Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ર૪ કલાકમાં ૧૯૯ તાલુકામાં મેઘવૃષ્ટિ
અમદાવાદ તા. ૪: ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૯૯ તાલુકામાં મેઘમહેર થઈ છે. રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ પ.૬ ઈંચ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૦૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં પ.૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠાના ઈડરમાં પ.પ ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં પ.ર ઈંચ, રાજકોટના ધોરાજીમાં ૪.૬ ઈંચ, જામનગરના જોડિયામાં ૪ ઈંચ, કચ્છના મુન્દ્રામાં ૩.૮૬ ઈંચ, જામનગરના લાલપુરમાં ૩.૭ ઈંચ, રાજકોટના જેતપુરમાં ૩.૪૬ ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણામાં ૩.૩૧ ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનિય છે કે રાજ્યના ૭૭ તાલુકામાં એકથી પોણાછ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે (ચોથી જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
પાંચમી જુલાઈના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
છઠ્ઠી જુલાઈના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી સાતમીથી નવમી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial