Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કૂલના સંસ્મરણો વાગોળતા સાંસદ પરિમલ નથવાણી

પિતા ધીરજલાલ નથવાણી આજ શાળામાં શિક્ષક હતાં:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: ખંભાળિયાના વતની તથા રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના ડાયરેક્ટર તથા રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તથા નાથદ્વારા બોર્ડ ટેમ્પલ મંદિર, વાઈલ્ડ લાઈફ સંસ્થા સહિત અનેક સંસ્થાઓમાં જોડાયેલા પરિમલ નથવાણી દ્વારા હાલમાં જ ખંભાળિયાની ખૂબ જ પ્રાચીન રાજાશાહીના સમયની બનેલી જી.વી.જે. હાઈસ્કૂલ કે જેને અત્યંત જર્જરિત અવસ્થામાંથી જુના મૂળ રંગરૂપમાં કરોડો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ હોય, સોશિયલ મીડિયામાં આ નવા રૂપરંગ સાથેના બિલ્ડીંગનો વીડિયો તથા તેના સંદર્ભમાં તેમણે કરેલી જુની યાદો તાજી વાયરલ થઈ હતી.

જી.વી.જે. હાઈસ્કૂલ દ્વારકા જિલ્લાની એક માત્ર એવી હાઈસ્કૂલ છે જેના વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં છે તથા તેના વિદ્યાર્થીઓ ઈજનેરો, ડોક્ટરો જ નહીં, પણ છેક ધારાસભ્ય રાજ્યમંત્રી, સાંસદ તથા આઈ.એ.એસ. સુધી પહોંચ્યા છે. પરિમલ નથવાણીના પિતા ધીરજલાલ નથવાણી આજ શાળામાં શિક્ષક હતાં તથા સચિવ તથા આઈ.એ.એસ. પ્રેમશંકર ભટ્ટ પણ અહીંના વિદ્યાર્થી હતાં.

તા. ૧૧-૩-૧૯૩૦ ના બિલ્ડીંગને જામનગરના રાજા જામરણજીતસિંહ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું તથા તે સમયે સવા લાખ રૂપિયાનો ખર્ચ આ બિલ્ડીંગ બનાવવામાં થયો હતો. છોટાલાલ વસનજી જેરાજાણી, વસનજી ગોપાલજી જેરાજાણી તથા હરિદાસ લાલજી લક્ષ્મીદાસે તેમના પરિવારના ગોપાલજી વાલજી જેરાજાણીની યાદમાં આ બિલ્ડીંગ બનાવીને લોકોની સેવામાં મૂક્યું હતું. ભૂકંપ-વાવાઝોડામાં જર્જરિત થતા તેને તોડી પાડવા હુકમ થયેલો તે બિલ્ડીંગ આજે ફરીથી મૂળ રંગરૂપમાં બની ગયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh