Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં સાહિત્યનો સંગમઃ કિશોરભાઈ સોનીના ૮૨મા જન્મદિન નિમિત્તે ''કાવ્ય ગોષ્ઠી સમારોહ'' યોજાયો

નામાંકિત કવિઓ દ્વારા સ્વરચિત કાવ્ય-ગઝલ અને શેરની પ્રસ્તુતિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭:  'છોટી કાશી' તરીકે પ્રખ્યાત જામનગરમાં ગુજરાતી સાહિત્યની સેવામાં જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેવા સાહિત્ય પ્રેમી કિશોરભાઈ સોનીએ તેમના જીવનના ૮૧ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૮૨મા વર્ષમાં મંગલમય પ્રવેશ કર્યો છે. આ સુવર્ણ અવસરની ઉજવણીના ભાગરૂપે ગત રવિવારે જામનગરના રણજીત નગર સ્થિત લેઉવા પટેલ સમાજ વાડીમાં એક ભવ્ય 'કાવ્ય ગોષ્ઠી સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું  સંયોજન ભરતભાઈ કાનાબાર દ્વારા કરાયું હતું.

કાર્યક્રમનો શુભારંભ દુંદાળા દેવ ગણપતિની વંદના સાથે થયો હતો, જેમાં ક્રીશા મજીઠીયા અને દિયા રાવલે મનોહર નૃત્ય પ્રસ્તુત કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ સમારોહમાં આધ્યાત્મિક, સેવા, કલા, સાહિત્ય અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા 'છોટી કાશી'ના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા. જેમાં  માં રુતેશ્વરી, વરિષ્ઠ કવિ અને સાહિત્યકાર સતીશચંદ્ર વ્યાસ, દિનેશભાઈ માવલ, પ્રોફેસર રૂપલબેન અજાબિયા, જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, પ્રોફેસર હીરજીભાઈ સિંચ, અમીબેન પરીખ, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી અને વિજયસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા.

આ કાર્યક્રમમાં નામાંકિત કવિઓએ પોતાની સ્વરચિત કાવ્ય, ગઝલ અને શેરની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત  સાહિત્ય પ્રેમીઓ અને સમાજના આગેવાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે એક વિશેષ સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં ડો. સતીશચંદ્ર વ્યાસને આગામી સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અર્પણ થનારા પ્રતિષ્ઠિત 'અરવિંદ સુવર્ણ ચંદ્રક' અને 'હરિલાલ દેસાઇ પારિતોષિક' માટે શાલ અને પુષ્પમાળા અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આયોજક અને જન્મદિવસના મુખ્ય વ્યક્તિત્વ કિશોરભાઈ સોનીનું પણ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા શાલ, પુસ્તકો અને પુષ્પમાળાથી સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું  પ્રસારણ તેમની યુટ્યુબ ચેનલ પર કરવા બદલ જાણીતા એન્કર ચારુબેન શાહનો પુસ્તક અર્પણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh