Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજય સરકારનો નિર્ણય
જામનગર તા. ૩: નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે હાલાર સહિત સમગ્ર ગુજરાતની ધો.૧ થી ૮ની તમામ સ્કૂલોમાં શનિવારે શિક્ષણ કાર્ય નહીં થાય. શનિવારે બાળકોને રમત-ગમત, સ્થળ મુલાકાત, યોગ, સંગીત તેમજ ચિત્રકામ સહિતની અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરાવાશે અને ઝોયફુલ સેટરડે તરીકે ઉજવણી કરાશે. આ ઉપરાંત દસ દિવસ દફતર વગરના એટલે કે બેગલેસ ડે પણ રહેશે. જુલાઈ મહિનાથી જ આ નવી પદ્ધતિનો અમલ શરૂ થશે . પ્રથમ સત્રમાં ૮ શનિવાર જોયફુલ ડે અને ચાર શનિવાર બેગલેસ ડે તરીકે રાખવા સ્કૂલોને આદેશ નવી શિક્ષણ નીતિમાં બાળકો માટે ટેન બેગલેસ ડે એટલે કે દસ દિવસ દફતર વગરના રાખવા માટે સૂચન કરવામાં આવ્યુ છે. બાળકો વર્ગખંડની બહારની દુનિયા સાથે સંપર્ક કરી શકશે અને વિવિધ સ્કિલ્સ જાણી શકે તે માટે બેગલેસ ડે રાખવાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત હવે સરકારના જીસીઈઆરટીઈ દ્વારા સ્કૂલોમાં આનંદદાયી શનિવાર શરૂ કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સરકારના જીસીઈઆરટી દ્વારા તમામ ડીઈઓ - ડીપીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોમાં ઝોયફુલ સેટરડે એટલે કે આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેનો અમલ કરાવવા આદેશ કરવામા આવ્યો છે .
વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયુ જ્ઞાન આપવાને બદલે સર્વાંગી વિકાસ થાય તે માટે શનિવારે શિક્ષણકાર્ય કરાવવવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ કરાવવાની સૂચના અપાઈ છે. જેમાં શારીરિક કસરતો- ફિઝિકલ ટ્રેનિંગ સહિતની સામૂહિક ડ્રીલ, યોગ, બાલસભા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો, પ્રોજેક્ટસ તથા ચિત્રકામ, સંગીત અને સ્થળ મુલાકાત સહિતની પ્રવૃત્તિઓ કરાવાશે. બાળકોને આગામી સમયમાં શાળાદીઠ એક શિક્ષકને તાલીમ પણ આ માટે આપવામાં આવશે.
જુલાઈ માસથી જ હવે સ્કૂલોમાં આનંદદાયી શનિવાર અને બેગલેસ ડેની શરૂઆત શરૂ કરી દેવાશે. પ્રથમ સત્રમાં ૮ શનિવાર આનંદદાયી શનિવાર તરીકે અને ચાર શનિવાર બેગલેસ ડેની પ્રવૃત્તિઓ કરાવવામા આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial