Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના ખાખરા ગામના યુવાને નોંધાવી રાવઃ
જામનગર તા. ૧૧: ધ્રોલના ખાખરા ગામના એક યુવાન ગઈકાલે રાત્રે રાજકોટ હાઈવે પરથી પોતાની મોટરમાં આવતા હતા ત્યારે માર્ગમાં ઓવરટેકીંગમાં આગળ જતી મોટરના સાઈડ ગ્લાસને તેઓની મોટરનો ગ્લાસ અડક્યા પછી તૂટી ગયો હતો. આ મામલે બોલાચાલી પછી આ યુવાન પર બે શખ્સે હુમલો કર્યાે હતો અને બાકીના પાંચ શખ્સે ધમકી આપી હતી.
ધ્રોલ તાલુકાના ખાખરા ગામના ભૂપેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા ગઈરાત્રે ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર પારસ પેટ્રોલપંપ પાસેથી પોતાની જીજે-૪-સીજે ૬૯૮૫ નંબરની વેગનઆર મોટર લઈને જતા હતા ત્યારે આગળ જતી જીજે-૧૦-ઈસી ૫૫૫૪ નંબરની બલેનો મોટરને ઓવરટેક કરવામાં વેગનઆરનો સાઈડ ગ્લાસ અડકી ગયો હતો. જેમાં આ ગ્લાસ તૂટી ગયો હતો. ત્યારપછી ભૂપેન્દ્રસિંહે મોટરના ચાલક જામનગરના સેફુભાઈ શરીફભાઈ તથા ધ્રોલના જાયવા ગામના અલ્ફેઝ નામના ત્રણ શખ્સે ઉગ્ર અવાજે બોલાચાલી કરી હતી.
ત્યારપછી થાર મોટરમાં તૌફીક તથા અરબાઝ નામના બે શખ્સ ધસી આવ્યા હતા. આ શખ્સોએ થાઈ તે કરી લે તેમ કહ્યા પછી ગાળો ભાંડી બાઈકમાં સાહીલ તથા જાહીદ નામના બે શખ્સ પણ આવ્યા હતા. તેઓએ ગાળો ભાંડ્યા પછી સેફુભાઈએ ફડાકા તથા ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો અને સાહીલે પેન્ટના નેફામાંથી પટો કાઢી ભૂપેન્દ્રસિંહને ફટકાર્યા હતા. ત્યારપછી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી સાતેય શખ્સ ચાલ્યા ગયા હતા. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભૂપેન્દ્રસિંહે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial