Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં અન્ય ફેક વેબસાઈટની કરાઈ રહી છે ચકાસણીઃ
જામનગર તા. ૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ આગામી તહેવારોમાં દેશભરમાંથી યાત્રીકોનો પ્રવાહ ઉમટશે તે દરમિયાન બહારગામથી આવતા યાત્રીકો ઓનલાઈન બુકીંગના નામે હોટલોના નામની ફેક વેબસાઈટ પર ન છેતરાય તે માટે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કુલ ૭૩ વેબસાઈટ બ્લોક કરાવવામાં આવી છે અને વધુ વેબસાઈટોની ચકાસણી કરાઈ રહી છે.
આગામી તહેવારોમાં દેવભૂમિ દ્વારકામાં દેશભરમાંથી યાત્રાળુઓ જગતમંદિર સહિતના ધર્મસ્થળે દર્શનાર્થે આવવાના છે ત્યારે અગાઉના કેટલાક વર્ષાેમાં આંતરરાજ્ય ઠગ ટોળકી દ્વારકામાં હોટલ, ધર્મશાળા વગેરેના બુકીંગ માટે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવતી હોય છે તેમાં હસ્તક્ષેપ કરી, બોગસ આઈડી, બોગસ વેબસાઈટ બનાવી બુકીંગના નામે ઠગાઈ કરી લેતા હોવાનું બહાર આવ્યું હતું.
ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ છે તેમ માની યાત્રાળુઓ જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે તેઓને ઠગાઈની જાણકારી મળે છે અને તેઓએ બોગસ વેબસાઈટ પર બુકીંગ કરાવી એડવાન્સના નામે પોતાની પાસેથી પૈસા પડાવી લેવાયા હોવાનું જણાઈ આવે છે. આ હરકતોને રોકવા માટે એસપી નિતેશ પાંડેયની સૂચના અને ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આ અંગે વર્ષ ૨૦૨૪માં પ૧ અને વર્ષ ૨૦૨૫માં ૨૨ મળી કુલ ૭૩ ફેક વેબસાઈટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બ્લોક કરાવી દેવામાં આવી છે. તે ઉપરાંત હજુ પણ આવી ફેક વેબસાઈટ શોધી કાઢવા માટે અને બ્લોક કરાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસ ચોકન્ની બની રહી છે. ઓનલાઈન હોટલ બુકીંગ કરતા પહેલાં નાગરિકોએ તે વેબસાઈટની ખરાઈ કરી લેવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial