Advertisement
Author: નોબત સમાચાર

'ઋગ્વેદ કઈ લિપિમાં લખાયેલો' પુસ્તકનું રિડર્સ કલબના ઉપક્રમે વિમોચન

વરિષ્ઠ સાહિત્યકારના પુસ્તકનું અનોખુ લોકાર્પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: તાજેતરમાં નગરના વરિષ્ઠ સાહિત્યકાર ભવસુખ દેવશંકર શીલુ દ્વારા રચિત પુસ્તક "ઋગ્વેદ કઈ લિપિમાં લખાયેલો ?" નું તેમના જ ઘરે પરિવારજનોની ઉપસ્થિતિમાં રિડર્સ કલબ જામનગરનાં પાયારૂપ સભ્યો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. ૭૫ વર્ષની ઉંમરે પહોંચેલા ભવસુખભાઈ રિટાયર્ડ મોટર -વ્હિકલ ઈન્સ્પેકટર છે. મૂળ પાળિયાદના વતની અને નખશીખ જામનગરી ભવસુખભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા થયેલ છે. એમણે અત્યાર સુધીમાં કુલ ૩ પુસ્તકો લખ્યા છે. 'પરમ તેજ'(૨૦૦૬) 'સિંધુ-હિંદુ અને સિંધુ સભ્યતા'(૨૦૧૪) તેમને આ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, પ્રવાસ, સંગીત અને વાંચનનો શોખ ધરાવતા ભવસુખભાઈ નાદુરસ્ત હોવા છતાં ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવે છે. પુસ્તકમાં તેમણે ઈ.સ. પૂર્વે ૧૩૦૦થી લઈને પાણિની દ્વારા મૂળ ૨૧માંથી ૬૩ વ્યંજનોના પ્રકાર સુધી યાત્રા કરાવી છે. રોમન, ઈજિપ્ત જેવી પ્રાચીન સભ્યતાઓ ઉપરાંત બારાક્ષરી અને અંગ્રેજી આલ્ફાબેટના ઉદ્ભવની વાતને પણ આવરી છે. શિલાલેખોના ચિત્રો અને તેનું અર્થઘટન પણ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યુું છે. એમણે આ પુસ્તક માટે ઉપયોગમાં લીધેલા ચાલીસથી વધારે રેફરન્સીસની યાદી પણ સામેલ કરી છે. આ પ્રકારનું સંશોધનાત્મક અને દળદાર પુસ્તક સાહિત્યમાં ઉમેરાયું ત્યારે તેનું વિમોચન પણ આગવી શૈલીમાં થયું. મનથી હજુ પણ યુવાન એવા ભવસુખભાઈને તન કેટલીક મર્યાદામાં રાખી રહ્યું છે. રિડર્સ ક્લબના પિલર્સ દ્વારા એમના ઘરે પરિવારના સભ્યોની હાજરીમાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. જે અનોખી પહેલ કહી શકાય. પુસ્કત વિશે વધુ માહિતી માટે (મો. ૭૯૯૦૧૧૮૮૭૯) પર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh