Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભરતી પ્રક્રિયા મુજબ ધો. ૧ થી ૫ માટે ૧૧૩ શિક્ષકની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૭ શિક્ષક હાજર થતાં તેમને નિમણૂક હુકમો આપવાનો કાર્યક્રમ બી.આર.સી. ભવન ખંભાળીયામાં યોજવામાં આવ્યો હતો.
નવા નિયુક્ત થનારા શિક્ષકોને શુભેચ્છા સાથે નિમણૂક હુકમો આપીને શાળા પસંદગી મુજબ ફાળવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, જિલ્લા શિક્ષણાધિકારીઓ શ્રીમતી મધુબેન ભટ્ટ, ડૉ. હર્ષવર્ધનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, અગ્રણીઓ લુણાભા સુંભણીયા, શિક્ષણ સમિતિના ચેરમેન રમાબેન સુંભાણીયા, પ્રતાપભાઈ પિંડારીયા, પંકજસિંહ, પંડ્યાભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
હજુ ૧૩૦૦ જેટલી જગ્યા ખાલી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. ૧ થી ૮માં હજુ પણ ૧૩૦૦ જેટલા શિક્ષકની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ પર તાકીદે નિમણૂક કરવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial