Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લડત સમિતિ દ્વારા જામનગરમાં
જામનગર તા. ર૯: જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીની ડી.પી. કપાત કામગીરીમાં ડિમોલીશન થયેલા મકાનોના આસામીઓને તાકીદે નિયમાનુસાર વળતર ચૂકવવા લડત સમિતિના કન્વીનર વિજયસિંહ જાડેજાએ રજૂઆત કરી છે.
સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર ડી.પી. કપાત સમિતિ દ્વારા જુદા જુદા સમયે મકાન પાડતોડ ન થાય માટે પ્રયત્ન કરેલ હતાં, છતાં મહાનગરપાલિકા દ્વારા જામનગર સિટીમાં અસંખ્ય રસ્તાઓમાં ટ્રાફિક ભારણ હોવા છતાં કપાત કરવામાં આવેલ નથી. આ રોડ કપાત સામે હાઈકોર્ટમાં રીટ કરેલ, જેની સુનાવણી તા. ૧૦-૬-ર૦રપ ના રાખવામાં આવી હતી, જેની સામે તા. ૧-પ-ર૦રપ ના જામનગર મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટની તારીખની અવગણના કરી સમગ્ર ૩૩૦ મકાનોનું પાડતોડ કર્યું હતું. આમાં હાઈકોર્ટની ગરિમાનું પણ ખંડન થયેલ છે. તા. ૧૦-૬-ર૦રપ ની હાઈકોર્ટની સુનાવણી થતા તાત્કાલિક વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગર પાલિકાનું બેવું વલણ અહિં સપષ્ટ થાય છે. દરેડ જીઆઈડીસીનો હાઈકોર્ટનો કેસ જીત્યાના બે કલાકમાં ટેક્સની ઉઘરાણી ચાલુ કરી, ઘણી મિલકતો સીલ કરી હતી. માનવ જીવનનું સૌથી અગત્યનું પાસુ રોટી, કપડા અને મકાન પૈકી સૌથી અગત્યનું કહી શકાય તેવા આશરાઓ તોડ્યા પછી ર મહિના સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. જેથી તાત્કાલિક પાડતોડ કરવામાં આવેલ મકાનધારકોને આવાસ મકાન ફાળવી આપવા અથવા વળતર આપવા જરૂરી કાર્ય હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial