Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે
જામનગર તા. ૨: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જામનગર જિલ્લા જેલમાં નવનિર્મિત ૫૮ સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું.
ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતને ડાયલ-૧૧૨ ઈમરજન્સી સેવા અને અદ્યતન પોલીસ માળખાની ભેટ આપવામાં આવી હતી. અમિતભાઈ શાહે સમગ્ર રાજ્ય માટે ડાયલ-૧૧૨ ઈન્ટિગ્રેટેડ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમનું લોકાર્પણ કરતા હવે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન અને બાળ હેલ્પલાઈન જેવી તમામ તાત્કાલિક સેવાઓ એક જ યુનિફાઈડ નંબર ૧૧૨ પર ઉપલબ્ધ થશે. આ લોકાર્પણ સાથે, તેમણે ૫૦૦ જનરક્ષક વાહનો પણ રાજ્યને અર્પણ કર્યા. આ સેવામાં એક અત્યાધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ૧૫૦ તાલીમબદ્ધ કર્મચારીઓ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે ઇમરજન્સી કોલ આવતાં જ ઘટના સ્થળે સૌથી નજીકનું જનરક્ષક વાહન તરત જ પહોંચી જશે. રાજ્યના કાયદો-વ્યવસ્થા તંત્રને વધુ મજબૂતી આપવા માટે, શ્રી અમિતભાઈ શાહે મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ૫૩૪ નવા પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કર્યું. આ વાહનો પોલીસની કાર્યક્ષમતા, ગતિશીલતા અને લોકો સુધી પહોંચવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.
આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. દ્વારા રૂ. ૨૧૭ કરોડના ખર્ચે રાજ્યભરમાં બાંધવામાં આવેલા વિવિધ રહેણાંક અને બિન-રહેણાંક પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જામનગર જિલ્લા જેલમાં બાંધવામાં આવેલા નવા સ્ટાફ ક્વાર્ટર્સ બ્લોક બી-૪૮, સી-૦૬ અને ડી-૦૪ નું પણ આ કાર્યક્રમમાં લોકાર્પણ થયું.
આ પ્રસંગે જામનગર જિલ્લા જેલના અધિક્ષક નાસીરૂદ્દીન લોહારે સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નવા પ્રોજેક્ટ્સથી પોલીસ અને જેલ સ્ટાફનું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. જામનગર જિલ્લા જેલમાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, જામનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા જેલર બલભદ્રસિંહ રાયજાદા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા. અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું સંબોધન જેલ સ્ટાફ અને તેમના પરિવારો સુધી સીધું પ્રસારિત થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial