Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માધવાણી પરિવાર સાથેના સંસ્મરણો વાગોળ્યાઃ 'નોબત'ની પ્રગતિને બીરદાવીઃ
રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર (કોર્પોરેટર અફેર્સ) પરિમલભાઈ નથવાણી 'નોબત'ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતાં. 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણી, નિરવભાઈ માધવાણી, દર્પણભાઈ માધવાણી, હર્ષભાઈ માધવાણીએ 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર વતી પુષ્પગુચ્છથી પરિમલભાઈનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પરિમલભાઈએ 'નોબત' અને માધવાણી પરિવાર સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતાં અને 'નોબત'ની પ્રગતિને અભિનંદન આપ્યા હતાં. તેમણે 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી અને શેખરભાઈ માધવાણી સાથેની ગાઢ મિત્રતાને યાદ કરી પ્રદીપભાઈ માધવાણીની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતાં. તેઓ 'નોબત'ના સ્ટાફને પણ ઉમળકાભેર મળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial