Advertisement
Author: નોબત સમાચાર

રાધે ફાઉન્ડેશનના સ્થાપક રસિકભાઈ છાયાને 'બેસ્ટ પર્સન ઓફ ધ યર-૨૦૨૬' થી નવા જાયા

દ્વારકામાં દિવ્યાંગોની સેવા કરતી સંસ્થા

                                                                                                                                                                                                       

દ્વારકા તા. ૧૨: દ્વારકામાં દિવ્યાંગ બાળકો માટેની જાણીતી રાધે ડીફરન્ટલી પરસોતમભાઈ છાયાને ગઈકાલે અમદાવાદ ખાતે સોસાયટી ફોર ધ વેલ્ફેર ઓફ મેન્ટલી રિટાર્ડેડ સંસ્થા દ્વારા વર્ષ ર૦ર૬ માટે બેસ્ટ પર્સન ઓફ ધ યર (વિશિષ્ટ વ્યકિત) ૨૦૨૬ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતની ૩૪ નામાંકિત સંસ્થાઓની ઉપસ્થિતિમાં દ્વારકાના રસિકભાઈ છાયાને દિવ્યાંગતા ક્ષેત્રે છેલ્લા ૨પ વર્ષથી વધુ સમયથી ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. રસિકભાઈ છાયાને સ્પેશ્યલ એજ્યુકેટર, ઉમદા સંચાલન અને બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ, સંગીત, નૃત્ય, ડ્રામા અને વિવિધ થેરાપીઓ સાથેના સર્વાંગી વિકાસના અવિરત પ્રયાસોથી મળેલ સિદ્ધિઓને ધ્યાને લઈ વિશિષ્ટ વ્યકિત તરીકેનો રાજયકક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે. રસિકભાઈએ અઢી દાયકા ઉપરાંતના સમયથી દિવ્યાંગ બાળકોના જીવનધોરણમાં સતત સુધાર માટે જીવન સમર્પિત કર્યુ છે અને મનોદિવ્યાંગ બાળકોના વિકાસ અને હકકો માટે તેઓ સદા તત્પર રહે છે.

દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે સમુદ્ર કિનારે અલૌકિક વાતાવરણમાં રસિકભાઈ છાયા દ્વારા છેલ્લા ૯ વર્ષ ઉપરાંતથી મનોદિવ્યાંગ બાળકોને અભ્યાસ અને તાલીમ તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે રાધે ફાઉન્ડેશનમાં વિશિષ્ટ તાલીમ અપાઈ રહી છે. સંસ્થાના એમ.ડી. અને સ્થાપક ટ્રસ્ટી રસિકભાઈના વડપણમાં ચાલતી સંસ્થામાં દ્વારકા આસપાસ તેમજ દૂર પંથકના લાભ લે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh