Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ફિલ્મમાં ડેબ્યુ કરતા પહેલા જ વિવાદમાં ફસાઈઃ
મુંબઈ તા. ૩: શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ ખેડૂત બનીને ૧ર.૯૧ કરોડની ખેતીની જમીન ખરીદી હોવાથી તપાસના આદેશ અપાયા છે. સુહાના ખાને અલીબાગના થલ ગામમાં ૧ર.૯૧ કરોડની જમીન પરમિશન વિના ખરીદી હોવાનો વિવાદ જાગ્યો છે.
ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં પોતાના પાપા સાથે ફિલ્મ કિંગથી થિએટ્રિકલ ડેબ્યૂ કરવા જઈ રહી છે, પણ ફિલ્મમાં આવતા પહેલા તે એક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
આ ફિલ્મને લઈને નહીં, પણ કરોડો રૂપિયાની એક ડીલને લઈને ચર્ચામાં આવી છે. આ કેસ જમીન વિવાદનો છે. હકીકતમાં જોઈએ તો, થોડા સમય પહેલા સુહાનાએ અલીબાગમાં જમીન ખરીદી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે કરોડોમાં થયેલી આ ડીલ માટે સુહાના ખાને પરમિશન નહોતી લીધી.
અહેવાલો અનુસાર સુહાનાએ અલીબાગના થલ ગામમાં જમીન ખરીદી હતી. ચર્ચા હતી કે લગભગ ૧ર.૯૧ કરોડમાં આ જમીન ખરીદવામાં આવી છે. હવે એ જ ગામમાંથી જાણકારી સામે આવી છે કે જે જમીન સરકાર તરફથી ખેડૂતોને ખેતી માટે આપવામાં આવી હતી, તેને સુહાના ખાને પરમિશન વિના ખરીદી લીધી છે, એટલે કે તેણે પરમિશન વિના અલીબાગમાં જમીન ખરીદી છે. આ ડીલને લઈને તપાસ ચલાવવામાં આવીરહી છે અને અલીબાગના તાલુકા વિકાસ અધિકારી પાસેથી એક નિષ્પક્ષ રિપોર્ટ માગવામાં આવ્યો છે. રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર સંદેશ શિર્કેએ આદેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર સુહાનાએ ત્રણ બહેનો પાસેથી આ જમીન લીધી હતી. કહેવાયું હતું કે, તેમને મા-બાપ પાસેથી આ જમીન વારસામાં મળી હતી, તો વળી તેમણે જમીન ખરીદતી વખતે ૭૭.૪૬ લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી છે. આ મામલે રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટરે સંદેશ આપ્યો છે. સાથે જ સુહાના ખાને જે કરોડોની ડીલ કરી છે, તેનો ટૂંક સમયમાં રિપોર્ટ સામે આવી જશે.
હકીકતમાં જમીન ખરીદતી વખતે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા, તેમાં સુહાના ખાનને ખેડૂત બનાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial