Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર સહિત પડોશી જિલ્લાઓ માટે આશીર્વાદ સમી
જામનગર તા. ૧૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૦ સપ્ટેમ્બરના જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ- ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૦ સપ્ટેમ્બરના ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે જામનગરવાસીઓને મોટી આરોગ્યલક્ષી સુવિધાનો લાભ મળવા જઈ રહૃાો છે. વડાપ્રધાનના હસ્તે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ કેમ્પસનું જૂનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે, તેની જગ્યાએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ નિર્માણ પામશે. રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ૧,૪૭,૬૧૭ ચોરસ મીટરમાં તૈયાર થનાર ૮ માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ ૨૦૭૧ બેડ, ૨૩૫ આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી વિભાગ, અદ્યતન ઓપેરશન થિયેટર, વિવિધ ઓ.પી.ડી, બ્લડ બેંક, આઈ.સી.યુ., ઈ.એન.ટી. વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પિડિયાટ્રીક વિભાગ, સર્જરી વિભાગ,મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયો થોરાસીસ અને નેળોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગોનો સમાવેશ થાય છે.
૪૦ મોડ્યુલર ઓપરેશન થિયેટર જેમકે ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, સેન્ટ્રલ મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ, લેન, આઈટી સિસ્ટમ્સ, સીસીટીવી સર્વેલન્સ વગેરે જેવી અદ્યતન ટેકનોલોજી સાથે, *લક્ષ્ય* અને નભ- નેશનલ એક્રિટીશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડર્સના ધોરણોના પાલન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત આજુબાજુના જિલ્લાના દર્દીઓને એક જ જગ્યાએ અનેક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે. હોસ્પિટલ બિલ્ડિંગ બનતાની સાથે જ વર્તમાન દર્દીઓના ધસારા અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial