Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજ પરના તથા પ્રોટોકોલના અધિકારીઓને
ખંભાળિયા તા. ૧૬: દ્વારકાધીશ મંદિર માટે વર્ષ ૨૦૧૪માં પ્રસિદ્ધ કરાયેલ પ્રતિબંધિત જાહેરનામામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્ધારા નવું જાહેરનામું બહાર પાડી આંશિક છૂટછાટ અપાઈ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નાયબ કલેકટર/ અને મામલતદાર (પ્રોટોકોલ) સહિતના અધિકારીઓને અપાઈ મુક્તિ અ૫ાઈ.
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદે વિશાલ સાગરકાંઠે ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જગ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી તેમજ હોળી જેવા તહેવારો દરમ્યાન બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મંદિર પરિસરમાં શાંતિ અને સલામતી જળવાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાના તા. ૦૫/૦૮/૨૦૧૪ના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાંથી દ્વારકાધિશ મંદિરમાં કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થો લઈ જઈ શકાય તેવી ચીજો જેવી કે કેમેરા/ડિઝિટલ કેમેરા, મોબાઈલ ફોન, કેમ કોડર/વિડિયો શુટીંગ કરવાના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો કે શંકાસ્પદ પદાર્થો/વસ્તુઓ વિગેરે લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લાના મહેસુલી, પંચાયત અને પ્રોટોકોલ સંબંધિત હુકમ અન્વયે ફરજ પરના અધિકારી/કર્મચારીઓને જાહેરનામામાંથી મુક્તિ આપવા નાયબ કલેક્ટર અને વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા કરાયેલી દરખાસ્ત સબબ જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭(૧) તળે મળેલ સત્તાની રૂએ વહીવટદાર શ્રી દ્વારકાધિશ મંદિર, દ્વારકા, નાયબ વહીવટદાર શ્રીદ્વારકાધિશ મંદિર, દ્વારકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ નાયબ કલેક્ટર અને મામલતદાર (પ્રોટોકોલ) સહિતના મામલતદારને તા. ૦૫/૦૮/૨૦૧૪ના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.
ઉપરાંત, પ્રાંત અધિકારી દ્વારકા/કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકા તરફથી જે-તે ઇવેન્ટ અનુસંધાને જેમને ફરજ સોંપવામાં આવી હોય તેવા વર્ગ-૩ના કર્મચારીઓને સંદેશાવ્યવહાર અને સંકલન માટે મોબાઈલની અનિવાર્ય આવશ્યકતાનું આંકલન કરી પ્રાંત અધિકારી, દ્વારકા દ્વારા જે - તે ઇવેન્ટ પૂરતી અલગથી પરવાનગી આપવામાં આવી હોય તેવા વર્ગ-૩ ના કર્મચારીઓને જે - તે ઇવેન્ટ પૂરતી આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવશે.
ઉપરાંત તા. ૫-૮-૨૦૧૪ના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની અન્ય તમામ વિગતો યથાવત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial