Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત બાર કાઉન્સિલના સૂત્રધારોની વરણી માટે આજે મતદાન

જામનગર કોર્ટના વકીલમંડળ હોલમાં મતદાન માટે ભારે ઉત્સાહઃ આગામી સપ્તાહે પૂર્ણ થશે મતગણતરીઃ

                                                                                                                                                                                                      

ગુજરાતના બાર કાઉન્સિલના આગામી પાંચ વર્ષના ૨૩ ઉમેદવારોની વરણી માટે આજે રાજ્યભરમાં મતદાન યોજવામાં આવ્યું છે. ૨૩ સીટ માટે કુલ ૯૯ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. જેમાં જામનગરના પાંચ એડવોકેટ ચૂંટણી લડી રહ્યા છે. ૯૯માંથી ર૩ ઉમેદવારો ચૂંટાઈ આવશે. જ્યારે બે કો. ઓપ. સભ્ય માટે પણ મતદાન થશે. ૩૩ ટકા મહિલા અનામત મુજબ રાજ્યભરમાં પાંચ બેઠક માટે મહિલા એડવોકેટ્સ પણ ચૂંટણી જંગમાં છે. જામનગર શહેરના ૧૩૪૦ એડવોકેટ્સ મળી જિલ્લાના કુલ ૧૮૬૭ મતદાર એડવોકેટ્સ આજે મતદાન કરશે. તેની સાથે રાજ્યભરમાં કુલ ૭૬,૩૪૮ એડવોકેટ્સ મતદાન કરવાના છે. આજે સવારે જામનગરની જિલ્લા અદાલતની ઈમારતમાં વકીલ મંડળના હોલમાં મતદાન શરૂ થયું ત્યારે મતદારોએ મત આપવા માટે ભીડ જમાવી હતી. આજે સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યભરમાં મતદાન થયા પછી આગામી સપ્તાહે તેની ગણતરી પૂર્ણ થયા પછી વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે. બાર કાઉન્સિલની ચૂંટણીની ગાઈડલાઈન મુજબ બાર કાઉન્સિલમાંથી આવેલા ઓબ્ઝર્વર્સ તેમજ પોલિંગ ઓફિસરની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સીસીટીવી કેમેરાના લાઈવ રેકોર્ડિંગ વચ્ચે જામનગર શહેર ઉપરાંત જિલ્લાની અન્ય અદાલતમાં પણ આજે મતદાન યોજવામાં આવ્યું હતું.

વર્ષ ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી વર્ષ ૧૯૬૧માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રચના કરવામાં આવી હતી. જેમાં પચ્ચીસ સભ્યોમાંથી ત્રેવીસ સભ્યોની વરણી માટે ચૂંટણી યોજવામાં આવી છે. આ ર૩ બેઠકમાંથી પાંચ બેઠક ૩૩ ટકા મહિલા અનામતની ગણતરીથી રાખવામાં આવી રહી છે. ઉપરોક્ત ર૩ સભ્ય ઉપરાંત બે કો. ઓપ્ટ. સભ્યની નિમણૂક થશે. તેથી પચ્ચીસ સદસ્ય આગામી પાંચ વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતની ચૂંટણીમાં રાજ્યભરમાંથી ૧૦૪ ઉમેદવાર-એડવોકેટ્સે ફોર્મ ભર્યા હતા. જેમાંથી બે ફોર્મ રદ્દ થયા હતા અને બે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા હતા. રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી ૯૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જેમાં ૭૯ પુરૂષ અને ર૦ મહિલા એડવોકેટ્સ ચૂંટણી લડી રહ્યા છે. સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રચવામાં આવેલી હાઈપાવર ઈલેક્શન કમિટીની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આજે રાજ્યભરમાં ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું. આજે સાંજે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઓબ્ઝર્વરો મતપેટીઓ સાથે રવાના થશે અને રાજ્યભરના ગણિતના તજજ્ઞોની માનદ્દ સેવા મેળવી તા.૯થી મતગણતરી શરૂ કરવામાં આવશે. જેનું પરિણામ બેથી ત્રણ દિવસમાં જાહેર થઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh