Advertisement
Author: નોબત સમાચાર

આધારકાર્ડ અપડેશનમાં ભાવ વધારોઃ હવે રૂ. પ૦ ના બદલે રૂ. ૭પ નો લાગશે સર્વિસ ચાર્જ

નામ, સરનામું, મો.નં. અને જન્મ તારીખ સુધારા માટે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર અને જન્મતારીખ અપડેટ કરવા હવે પ૦ ને બદલે ૭પ રૂપિયાનો ચૂકવવા પડશે.

આધાર કાર્ડમાં નામ, સરનામું કે ફોટો જેવી વિગતોને બદલવાની ફીમાં વધારો થયો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર કરવા માટેના ચાર્જમાં ફેરફાર કર્યો છે. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના ફેરફાર માટેની ફીમાં ૧પ થી રપ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પ૦ રૂપિયા સુધીનો ચાર્જ ધરાવતી સર્વિસ પર હવે ૭પ રૂપિયા સુધી ચાર્જ લાગશે.

આ નવા નિયમો ર૦રપ ની પહેલી ઓક્ટોબરથી ર૦ર૮ ની ૩૦ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેવાના છે. એ પછી ફરી ફીમાં ફેરફાર કરવામાં આવશે.

જો કે, આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હજી નિઃશુલ્ક જ છે. પાંચથી ૭ વર્ષના બાળકો અને પંદરથી ૧૭ વર્ષના કિશોરો માટે એકવાર બાયોમેટ્રિક્સ અપડેટ નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત ૧પ વર્ષના કિશોરો માટે ર૦ર૬ ની ૩૦ સપ્ટેમ્બર સુધી બાયોમેટ્રિક્સ અપડેટની કોઈ ફી નહીં હોય.

જો કોઈ નાગરિક ઘરે બેઠા-બેઠા તેના કે પરિવારમાં કોઈના આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માગે છે તો એ સર્વિસની પણ યુઆઈડીએઆઈ એ વ્યવસ્થા કરી છે. ઘેરબેઠા સર્વિસ મેળવવા માટે ૭૦૦ રૂપિયા ચાર્જ અલગથી આપવો પડશે. ઘેરબેઠા એક વારમાં એકથી વધારે વ્યક્તિની આધાર વિગતો અપડેટ કરાવવી હશે તો દરેક વ્યક્તિદીઠ ૩પ૦ રૂપિયા વધારાનો ચાર્જ લેવામાં આવશે.

નામ, સરનામું, મોબાઈલ નંબર અને જન્મતારીખ અપડેટ કરવા હવે પ૦ ને બદલે ૭પ રૂપિયા ઉપરાંત આંખનો બાયોમેટ્રિકે કે ફોટો અપડેટ કરવા ૧૦૦ ને બદલે ૧રપ રૂપિયાનો ચાર્જ લાગશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh