Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા અને બેટદ્વારકામાં દિવાળી પર્વ અને વેકેશનમાં ઉમટ્યા હજારો યાત્રિકોઃ ભારે ભીડ

રહેવા-જમવાના સ્થળો હાઉસફૂલઃ પરિવહનના માધ્યમો ટૂંકા પડયાઃ તંત્રે ગોઠવી વ્યવસ્થાઓ

                                                                                                                                                                                                      

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુંઓના પ્રવાહમાં મંદી જોવાયા બાદ નવવર્ષથી શરૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકાનગરીમાં આવેલાં હોટલ - ધર્મશાળા - ગેસ્ટહાઉસ ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા. આગામી પખવાડિયા સુધી હજુ પણ વેકેશનનો સમયગાળો હોય યાત્રાળુઓ તથા ટુરીસ્ટનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહયું છે. દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા. તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રીકો મોટી સંખ્યામાં દ્વારકામાં ૫ધાર્યા હતા જગત મંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રિલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબત્તી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચકક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી રહી  હતી. પીક અવર્સ દરમ્યાન ટ્રાફિકની પણ સમસ્યા જોવા મળતી હોય અને શહેરભરમાં ઠેરઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. તંત્ર દ્વારા ટ્રાફિક વિભાગ દ્વારા ઠેરઠેર બેરીકેડ્સ લગાવી ટ્રાફિક નિયમન કરાઈ રહયુ હતું. યાત્રાધામમાં આવેલાં રેસ્ટોરાં તથા હોટલો, ધાબાઓ વગેરેમાં પણ યાત્રીકોની પુષ્કળ ભીડભાડ જોવા મળી હતી. આગામી અઠવાડિયા સુધી યાત્રાાધામમાં વેકેશનને લીધે ભીડ જોવા મળે તેવી સંભાવનાઓ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh