Advertisement
Author: નોબત સમાચાર

શંકરટેકરીમાં યુવાનના ઘરે આવી પત્ની, સાસુ, સાળીએ સોનાના દાગીના, રોકડ, ઘરવખરીનો સામાન કઢાવી લીધો

સાઢુભાઈ સહિત બે શખ્સ અને ત્રણ મહિલા સામે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક યુવાને પોતાના પત્નીને તેના બનેવી સાથે બોલવાનો સંબંધ ન રાખવા માટે કહેતા તેમની પત્ની બહેન સાથે રહેવા ચાલી ગઈ હતી. ત્યારપછી આ યુવાનના ઘર પર પથ્થર ફેંકી ગાળો ભાંડવા ઉપરાંત તેના પત્ની, સાસુ અને સાળીએ ઘરે આવી વૃદ્ધ માતા-પિતાને ધમકાવી ઘરવખરીનો સામાન, બે તોલા જેટલું સોનુ અને રૂ।.૩પ હજાર પડાવી લીધા હતા. આ યુવાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભવાના હોવાનું પણ બે વ્યક્તિને ન ગમ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે વસવાટ કરતા વસીમભાઈ હાજીભાઈ ખફી નામના યુવાનના પત્ની શહેનાઝબેન દોસમામદ ખફી પોતાના પતિ વસીમભાઈને ગમતું ન હોવા છતાં તેના સાઢુભાઈ અનવર કાસમ ખફી ઉર્ફે અના સાથે બોલવાનો સંબંધ રાખતા હતા.

ત્યારપછી શહેનાઝબેન પોતાના બહેન અંજુમ અનવરભાઈ ખફી સાથે રહેવા ચાલ્યા ગયા હતા. તે દરમિયાન વસીમભાઈએ તાજેતરમાં આવી રહેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવાનો પણ નિર્ણય કરતા કેટલાક વ્યક્તિઓને તેઓ ખટક્યા હતા. તે દરમિયાન ગઈ તા.૧૯ જાન્યુ આરીની સાંજે વસીમભાઈના ઘર પાસે જઈ તેમના પત્ની શહેનાઝબેન, સાસુ રસીદાબેન ગુલઝાર ખફી, સાળી અંજુમ અનવર ખફી, સાઢુભાઈ અનવર કાસમ ખફી ઉર્ફે અના તથા તેના ભાઈ ઈકબાલ કાસમ ખફી ઉર્ફે ઈકાએ ઘર પર પથ્થર ફેંકી ગાળો ભાંડી હતી.

તે પછી વસીમભાઈ પોતાના ઘરે ન હતા ત્યારે તેમના પત્ની શહેનાઝ, સાસુ રસીદાબેન અને સાળી અંજુમ ઘરે પહોંચ્યા હતા. તેઓએ વસીમભાઈના માતા-પિતાને ધમકાવી સોનાની વીટી, એરીંગ, રૂ।.૩૫ હજાર રોકડા અને ઘરવખરીનો કેટલાક સામાન ઉપરાંત ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા. જ્યારે અનવર કાસમ ખફીએ પોતાના ભાઈ ઈકબાલ સાથે મળી ગઈ તા.૧૧ની બપોરે વસીમભાઈને રઝાનગર ચોક પાસે રોકી લઈ તારે તારી પત્ની સાથે છૂટુ કરવું હોય તો રૂ।.૧૦ લાખ આપવા પડશે તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

તમામ પાંચ સામે વસીમભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૧૩૩, ૬૧ (ર) (બી), ૩૫૨, ૩૫૧ (૩), ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh