Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૮ માર્ચ, રવિવાર અને ફાગણ વદ પાંચમનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં ઉપરીવર્ગ, સહકાર્ય વર્ગ, નોકર-ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસો કરે.  પરંતુ ખર્ચ જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  કામકાજમાં રૂકાવટ રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને  ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૫

 

Cancer (કર્ક: ડ-હ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે  દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતા  આપને રાહત જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ  કરવાની ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૫

 

Libra (તુલા: ર-ત)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના પ્રશ્ને  પ્રગતિ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને.  દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. કામનો ઉકેલ આવવાથી આપના  દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય જવાબદારી વાળા કામમાં આપે  ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ અંગે  મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારિક કામ અંગે  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh