Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડરના ભારત સાથે ટ્રેડ ડિલની વાટાઘાટ ફરી શરૂ થવાના સંકેત બાદ ફરી આવી શકયતા હાલ તુરત ટ્રમ્પ શાસને નકારતાં અને ઈરાન સાથે ટ્રેડ કરનારા દેશો પર વધારાની ૨૫% ટેરિફ ઠપકારવાની ધમકી ઉચ્ચારતા સપ્તાહ દરમિયાન ઘટાડાનો માહોલ રહ્યો હતો. પરંતુ, બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ રશિયા પાસેથી ઓઈલ ખરીદી મામલે ઘોંચમાં પડી હોઈ હવે ભારતે વેનેઝુએલા પાસેથી અમેરિકાએ કબજે કરેલા ઓઈલની ખરીદી કરવાની તૈયારીના સંકેત આપતાં ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થવાના અહેવાલોએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૦% અને નેસ્ડેક ૦.૧૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૪ અને વધનારની સંખ્યા ૧૬૧૦ રહી હતી, ૨૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ્સ અને કોમોડીટીઝ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૪૨,૫૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૪૨,૭૫૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૪૨,૪૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૮૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૪૨,૬૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૮૭,૧૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૮૮,૯૦૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૮૫,૫૧૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૭૬૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૨,૮૭,૭૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
લોઢા ડેવલોપર્સ (૧૦૬૩) : રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૦૫૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૦૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૦૮૩ થી રૂ।.૧૦૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ગોદરેજ પ્રોપર્ટી (૧૮૯૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૮૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૮૭૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૯૦૩ થી રૂ।.૧૯૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
સ્ટેટ બેન્ક (૧૦૩૦) : રૂ।.૧૦૧૭ નો પ્રથમ તેમજ રૂ।.૧૦૦૮ બીજા પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૦૩૭ થી રૂ।.૧૦૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૮૪૫) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૮૫૩ થી રૂ।.૮૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૮૩૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા ટૂંકા ગાળામાં સાવધ અને અસ્થિર રહી શકે છે. રશિયાથી ઓઇલ ખરીદતા દેશો પર ૫૦૦% ટેરિફ લગાવવાની અમેરિકાની ધમકી અમલમાં આવે તો ભારત-અમેરિકા વેપાર સંબંધો પર અસર પડશે તેવી ચિંતા બજારમાં ભાવનાઓને દબાવી શકે છે. ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, એક્સપોર્ટ આધારિત સેક્ટર્સ, મેટલ્સ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો પણ સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી નફાવસૂલી અથવા વેઇટ-એન્ડ-વોચ નીતિ અપનાવી શકે છે, જેના કારણે બજારમાં ઉતાર-ચઢાવ વધવાની શક્યતા છે.
જો કે મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે દૃશ્ય પૂરતું નકારાત્મક નથી. ભારતની મજબૂત સ્થાનિક માંગ, સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રમાં વૃદ્ધિ જેવા પરિબળો બજારને આધાર આપતા રહેશે. ઉપરાંત, ભૂ-રાજકીય મુદ્દાઓ પર ભારત સામાન્ય રીતે સંતુલિત કૂટનીતિ અપનાવે છે, તેથી કોઈ સમાધાન અથવા વિકલ્પી વ્યવસ્થા થવાની સંભાવના પણ નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં લાંબા ગાળાના રોકાણકારો માટે ગુણવત્તાવાળા સ્ટોક્સમાં ઘટાડા પર પસંદગીયુક્ત ખરીદીની તક ઊભી થઈ શકે છે, જ્યારે ટૂંકા ગાળાના ટ્રેડર્સે સાવચેતી અને સ્ટોપલોસ સાથે ચાલવું વધુ યોગ્ય રહેશે.