Advertisement
Author: નોબત સમાચાર

'સીદસરનો ઈતિહાસ અને ધરોહર' પુસ્તકનું વિમોચન

શિક્ષણવિદ્ જે.કે. માકડીયા લિખિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જન્મ ભૂમિ સીદસર અને રાજકોટને કર્મભૂમિ બનાવીને વતનનું નામ રોશન કરનાર જાણીતા શિક્ષણવિદ જે.કે. માક્ડીયા લિખિત 'સીદસરનો ઇતિહાસ અને ધરોહર' પુસ્તકનું વિમોચન રાજકોટના ઉમાભવનમાં કરવામાં આવ્યું હતુ. આ પુસ્તકમાં સીદસર ગામનો ઈતિહાસ, સંસ્કૃતિ, ઐતીહાસિક ધરોહરને સંશોધનાત્મક રીતે ઉજાગર કરવામાં આવી છે આ સમારોહમાં લેખક જે. કે. માકડીયાને જયેશભાઇ પટેલ, બી.એચ. ઘોડાસરા, જેરામભાઈ વાસજાળીયા તેમજ વિજયાબેન કોરડીયા, સીમાબેન બકોરીએ સન્માનીત કર્યા હતા.જેમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા (ઉપલેટા-ધોરાજી), જેરામભાઈ વાસજાળીયા (પૂર્વ પ્રમુખ, ઉમિયા માતાજી મંદિર-સીદસર), બી.એચ. ઘોડાસરા (પૂર્વ કમિશનર), જે.કે. પટેલ (માનદ મંત્રી, ઉમિયા માતાજી મંદિર સીદસર), ચીમનભાઈ સાપરીયા (પૂર્વ મંત્રી), દેવરાજભાઈ કરડાણી (પૂર્વ ખેતીવાડી અધિકારી), ભરતભાઇ કૈલાસર (પુર્વ જિલ્લા શિક્ષણ અધિકારી), ગોવિદભાઈ ખુંટ (માનદ મંત્રી, એ. પી. કન્યા છાત્રાલાય- રાજકોટ), સરડવા પૂર્વ નાયબ શિક્ષણ નિયામક અધિકારી, વલ્લભભાઈ કનેરીયા કન્યા છાત્રાલય ગોંડલ, ડો. પટેલ પ્રમુખ કન્યા છાત્રાલય ગોંડલ, એરવાડીયા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહૃાા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માકડીયા પરિવાર, સ્નેહમિલન સમિતી સીદસર, સદભાવ ગ્રુપ સીદસર તેમજ રાજકોટમાં સ્થાયી થયેલા સીદસરવાસીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન બી.એ. મોણપરા તથા હરેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh