Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૬ મી એપ્રિલે મતદાનઃ ર૮ એપ્રિલે પરિણામ
જામનગર તા. રઃ રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે કાર્યક્રમ જાહેરે થયા છે, જેમાં તા. ર૬ એપ્રિલના મતદાન અને તા. ર૮ ના મતગણતરી હાથ ધરવામાં આવશે. તારીખો જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરબક્રિષ્નએ ગઈકાલે સાંજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આમ લાંબા સમયથી જોવાતી આતૂરતાનો અંત આવ્યો છે, જો કે ચૂંટણી માટે સમય ખૂબ જ ઓછો મળ્યો છે. ગઈકાલે તા. ૧ ના ચૂંટણીની જાહેરાત થઈ અને તા. ર૬ ના મતદાન એટલે કે માત્ર રપ દિવસનો સમય મળ્યો છે. તારીખો જાહેર થતા જ આદર્શ આચારસંહિતા અમલી બની છે, જ્યારે રાજકીય પક્ષોમાં ભારે ધમધમાટ શરૂ થયો છે. ટિકિટ વાચ્છુઓ પણ દોડાદોડી કરી રહ્યા છે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, તે મુજબ તા. ૬-૪-ર૦ર૬ ના જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૧૧-૪-ર૦ર૬ છે. તા. ૧૩ ના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા. ૧પ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ર૬ એપ્રિલના મતદાન થશે અને તા. ર૮ ના મતગણતરી હાથ ધરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકામાં ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, ર૪ બેઠક ૬-તાલુકા પંચાયતની ૧૧ર બેઠકો અને સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજકીય ધમધમાટ શરૂ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial