Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા માઈલ સુધી કાટમાળ ફેલાયો
વોશિંગ્ટન તા. ૧૧: અમેરિકન સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, થતાં ૧૯ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, અને ઈમારત ધરાશાયી થઈ ગઈ છે.
અમેરિકાના ટેનેસીના ગ્રામીણ વિસ્તારમાં સૈન્યના વિસ્ફોટક પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટની ઘટના બની હતી. જેના કારણે એક આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ૧૯ લોકો ગુમ થઈ ગયા છે.
આ તમામ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળની હાલત ભયાનક દેખાઈ રહી છે કેમ કે ત્યાં તૂટેલી-ફૂટેલી ધાતુનો ઢગલો અને સળગી ગયેલી કારોના કાટમાળ વિખેરાઈ ગયા હતા. આ પ્લાન્ટ એક્યૂરેટ એનર્જેટિક સિસ્ટમ સૈન્ય માટે વિસ્ફોટક પદાર્થોનો સપ્લાય અને તેના પર રિસર્ચ કરવાનું કામ કરે છે.
હમ્ફ્રેઝ કાઉન્ટીના શેરિફ ક્રિસ ડેવિસે વિસ્ફોટક સ્થળ વિશે કહૃાું કે આ ઘટના વિશે કહેવા માટે મારી પાસે શબ્દો નથી. બધુ જ નષ્ટ થઇ ગયું છે. મેં મારી નજરે જોયેલા આ દૃશ્યોમાં આ સૌથી ભયાનક છે. અનેક લોકોના મોત નીપજ્યા છે. મૃત્યુઆંક વિશે કંઈક કહેવું અત્યારથી ઉતાવળ ગણાશે.
વિસ્ફોટની ઘટના સવારના સમયે ૭:૪૫ વાગ્યે બની હતી. જે જગ્યાએ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો ત્યાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. લગભગ અડધા માઈલ સુધી તો કાટમાળ ફેલાઈ ગયો હતો અને ૧૫ માઈલના અંતરે રહેતા લોકોને પણ ધડાકાનો અવાજ અને કંપન અનુભવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial