Advertisement
Author: નોબત સમાચાર

૩ વર્ષમાં ૨૫૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે સ્થાપિત કર્યા નવા સીમાચિહ્નો

                                                                                                                                                                                                      

અમદાવાદઃ અમદાવાદની અગ્રગણ્ય ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાયડસે ૩ વર્ષમાં ૨૫૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે.

હાલની લાઈફ સ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહૃાાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે. તો તેની સામે ઝાયડસ હોસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ, લીવરને લગતાં રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે.

ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડો. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડો. યશ પટેલ, ડો. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડો. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડો. મીતા અગ્રવાલા, ડો. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને ૭૦ થી પણ વધુ વય ધરાવતાં તેમજ એબીઓ ઈન્કમપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને એચઆઈવી પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે ૧ વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

જેમાં હાલનાં કેસમાં ૪૦ વર્ષનાં રાજસ્થાનના ગ્રેડ ૩ એન્સેફાલોપથી અને હાયપોટેન્શનની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીના આખા શરીરમાં સેપ્ટિક ફેલાઈ ગયું હતું. લીવર ફેઈલની સાથે સાથે તેનાં સ્નાયુઓ નબળા પડી ગયા હતા. શ્વાસ લેવામાં પણ પારાવાર તકલીફો સાથે આવેલા આ દર્દીને આવી કંડીશનમાં પહેલાં તો સ્ટેબલ કરવાં પડે એમ હતા. આમના કેસમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો સફળતાનો દર ઘણો નીચો હતો. સ્ટેબલ કરવાના પ્રયાસો વચ્ચે વારંવાર સેપ્સિસનું ઇન્ફેકશન થયા જ કરતું હતું. જો ૩ થી ૫ દિવસમાં સર્જરી ના થઇ તો આગામી ૧ મહિનામાં તેનાં બચવાનાં ચાન્સ માત્ર ૫% જ હતાં. પરંતુ ઝાયડસની ટીમના અથાગ પ્રયત્નોએ તેની સ્થિતિ સર્જરી કરવા યોગ્ય બનાવી અને તેમની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સારી રીતે પાર પાડી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh