Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની મહિલાઓ માટે ફળો અને શાકભાજીની પરીક્ષણ તાલીમનું આયોજન

તાલીમ અંગેની ઓનલાઈન અરજી તા.૩૧-પ સુધીમાં કરવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોની ૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓ માટે સરકાર દ્વારા વર્ષ-ર૦રપ-ર૬ માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી વિનામૂલ્યે તાલીમ અને સ્ટાઈપન્ડ આપવામાં આવશે.

આ યોજના હેઠળ મહિલાઓને વિવિધ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સાચવી શકાય તેવી પરિરક્ષિત બનાવટો બનાવવાની તાલીમ આપવામાં આવશે. જેમાં જામ, જેલી, સોસ, કેચઅપ, અથાણા, સરબતો, સ્કવોશ, કોર્ડિયલ, સિરપ, સુકવણી, માર્માલડ, નેક્ટર, મુરબ્બા જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે.

આ તાલીમનો સમયગાળો ર દિવસ (૧૪ કલાક) અથવા પ દિવસ (૩પ કલાક) નો રહેશે. તાલીમમાં ભાગ લેનાર દરેક મહિલાને પ્રતિ દિવસ રૃા. રપ૦/- લેખે સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. એટલું જ નહીં, આ તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરનાર મહિલાઓને બાગાયત વિભાગ દ્વારા તાલીમી પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે, જે તેમની કુશળતાને માન્યતા આપશે.

આ લાભદાયી યોજનાનો લાભ લેવા ઈચ્છુક મહિલા લાભાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટેની વેબસાઈટ આઈખેડૂત.ગુજરાત.ગવ.ઈ. છે. અરજી કરતી વખતે લાગુ પડતા અરજદારોએ તેમના જાતિ પ્રમાણપત્ર અને અન્ય જરૃરી દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૩૧-પ-ર૦રપ છે.

આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગરનો રૃબરૃ અથવા ૦ર૮૮-રપ૭૧પ૬પ પર ટેલિફોનિક માધ્યમથી સંપર્ક કરી શકો છો. આ એક ઉત્તમ તક છે, જે જામનગર જિલ્લાની મહિલાઓને નવા કૌશલ્યો શીખવા અને આર્થિક રીતે સક્ષમ બનવામાં મદદરૃપ થશે. જેનો વધુમાં વધુ મહિલાઓએ લાભ લેવા નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh