Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાણામાંથી ઈંગ્લીશની બોટલ પકડાઈઃ
જામનગર તા. ૪: જામજોધપુરના સમાણા ગામમાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો છે. જ્યારે વેરાવળથી ઘેલડા તરફના રસ્તા પર બાવળની ઝાળીઓમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે.
જામજોધપુરના સમાણા ગામના બસ સ્ટેશન પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં ચિરાગ ભૂપેન્દ્રભાઈ શીશાંગીયા ઉર્ફે કમા નામના શખ્સને શેઠવડાળા પોલીસે રોકાવી ચેક કરતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ચિરાગની ધરપકડ કરી છે.
જામજોધપુર તાલુકાના વેરાવળ ગામથી ઘેલડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા વોકળા નજીક બાવળની ઝાળીઓમાં ગઈરાત્રે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા વેરાવળ ગામના હુસેન આમદ રાવકરડા નામના શખ્સની મનાતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ સ્થળ પરથી ૪૦૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. નાસી ગયેલા હુસેન રાવકરડાના સગડ દબાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial