Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈ બાબતે ડર લાગતા મહિલાએ માર્યાે કૂદકોઃ
જામનગર તા. ૧૩: ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના એક પરિણીતા પોતાના પતિ સાથે મોટરસાયકલ પર પાંચેક દિવસ પૂર્વે માણેકપર ગામ જતા હતા ત્યારે માર્ગમાં કોઈ બાબતથી ડર લાગતા આ મહિલા ચાલુ બાઈકે કૂદી ગયા હતા તેથી ઉશ્કેરાયેલા પતિએ તેણીને લાકડી ઝીંકી પથ્થરથી માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા મમતાબા બકુલસિંહ જાડેજા (ઉ.વ.૪૮) નામના મહિલા ગઈ તા.૮ની બપોરે પતિ બકુલસિંહ રાજમલસિંહ જાડેજા સાથે મોટરસાયકલ પર હાડાટોડાથી માણેકપર ગામ તરફ જતા હતા.
તેઓ જ્યારે માર્ગમાં હતા ત્યારે કોઈ બાબતે ડર લાગતા મમતાબા ચાલુ મોટરસાયકલે કૂદકો મારી ઉતરી ગયા હતા. આ વેળાએ ઉશ્કેરાયેલા પતિ બકુલસિંહે લાકડી તથા પથ્થરથી પત્નીને માર માર્યાે હતો અને છરી બતાવી હતી. તેવી ફરિયાદ મમતાબાએ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial