Advertisement
Author: નોબત સમાચાર

સમાણાના પત્રકારને અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ શેઠવડાળાના શખ્સે ફોન પર ધમકી આપી

દંડ તારે ભરવો પડશે તેમ કહી ગાળો ભાંડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામજોધપુરના સમાણા ગામના એક આસામીએ ખનીજચોરી થતી હોવાનો અહેવાલ પોતાના સમાચાર સાપ્તાહિકમાં સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કર્યા પછી એક આસામીની ખાણ પર દરોડો પડ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો હતો જેના કારણે ઉશ્કેરાયેલા ખાણ માલિકે તારા કારણે દરોડો પડ્યો છે અને દંડ આવ્યો છે તે તારે ભરવાનો છે તેમ કહી ફોન પર ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા અને પત્રકાર તરીકે કામ કરતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પરમાર નામના યુવાને થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના જુદા જુદા ગામોમાં થતી ખનીજચોરી અંગે અહેવાલ બનાવી પોતાના સમાચાર પત્રની સોશિયલ મીડિયા આવૃત્તિમાં પ્રસિદ્ધ કર્યો હતો.

તે અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તંત્ર દ્વારા શરૂ કરાયેલા ચેકિંગમાં શેઠવડાળા ગામના અતુલભાઈ ચંદુભાઈ રાઠોડ નામના શખ્સની ગેરકાયદેસર ખાણ ઝડપાઈ જવા પામી હતી અને તેને ખાણ ખનીજ ખાતા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારપછી અતુલભાઇ રાઠોડે તારા અહેવાલના કારણે મારે દંડ ભરવાનો આવ્યો છે તેથી તારે દંડ ભરવો પડશે, નહીતર તારા હાથ-પગ ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફોન પર ગાળો ભાંડતા જીતેન્દ્રભાઈ પરમારે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh