Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણીને અનુલક્ષીને હથિયારના પરવાનેદારોને હથિયાર જમા કરાવવા પોલીસ દ્વારા સૂચના

સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ઘનિષ્ઠઃ ચેકપોસ્ટ કાર્યરતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નાગરિકો નિર્ભિક રીતે મતદાન કરી શકે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરાઈ રહી છે. હથિયારના પરવાના ધરાવતા આસામીઓને હથિયાર જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે અને સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ઘનિષ્ઠ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે.

જામનગર સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર અંકુશ જાળવવા પોલીસતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત જામનગર જિલ્લાના જે આસામીઓ પાસે પરવાનાવાળા હથિયારો છે તેઓને હથિયારો જમા કરાવી દેવા સૂચના આપવામાં આવતા કુલ ૧૭૬૦ પરવાનેદારમાંથી ૫૫૪ પરવાનેદારે પોતાના હથિયાર જમા કરાવ્યા છે.

તે ઉપરાંત શંકાસ્પદ શખ્સો સામે અટકાયતી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવતા ૧૯૦ શખ્સો સામે અટકાયતી કાર્યવાહી કરી લેવાઈ છે. જિલ્લાભરમાં ૧૫ સ્થળે પોલીસ દ્વારા ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં ગઈકાલ સુધીમાં ૩૧૯૯ વાહનોની સઘન ચકાસણી કરાઈ છે.

તે ઉપરાંત નાસતા ફરતા આરોપીઓ તેમજ હિસ્ટ્રીશીટરોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજનઝર ગોઠવવામાં આવી છે. દારૂબંધી ભંગ સહિતના પગલાં પણ ભરાઈ રહ્યા છે. અગાઉ કેટલાક ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સોને પણ ચકાસવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh