Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનમાંથી દસ હજાર પાઉન્ડ યુરેનિયમ જપ્ત કરવા વધુ ૧૦ હજાર સૈનિકો તૈનાતઃ પેન્ટાગોનની યોજના

તેલ ક્ષેત્ર હડપવા તથા ખાર્ગ દ્વીપ પર કબજો કરવાની ટ્રમ્પની ચિમકીઃ ઈરાન જવાબી કાર્યવાહીની તૈયારીમાં

                                                                                                                                                                                                      

વોશિંગ્ન / તહેરાન તા. ૩૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના તેલક્ષેત્રને હડપવા તથા ખાર્ગ દ્વીપ પર કબજો કરવાની ઈચ્છા જાહેર કર્યા પછી ઈરાને પણ વળતો કડક જવાબ આપવાની ચેતવણી આપી છે. બીજી તરફ પેન્ટાગોને ઈરાનમાંથી ૧૦ હજાર પાઉન્ડ યુરેનિયમ જપ્ત કરવાની યોજના બનાવીને વધુ ૧૦ હજાર સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી છે. આ તરફ યુદ્ધ અટકાવવાના પ્રયાસો પણ સફળ થઈ રહ્યાં નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વ પર યુદ્ધના વાદળો ઘેરાયા છે. તાજેતરના અહેવાલો મુજબ જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરશે તો ઈરાને વળતી જવાબી કાર્યવાહી કરવાાની કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો મેળવવા માટે એક જોખમી સૈન્ય અભિયાન પર વિચાર કરી રહ્યાં છે. આ પરિસ્થિતિ વચ્ચે મીડિયા રિપોર્ટસ મુજબ અમેરિકાની ૩૧મી મરીન એક્સપિડિશનરી યુનિટ મધ્ય પૂર્વમાં પહોંચી ગઈ છે અને અમેરિકન સેના જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીઓ કરી રહી છે.

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઈરાન પાસેથી આાશરે ૧,૦૦૦ પાઉન્ડ યુુરેનિયમ જપ્ત કરવાની યોજના છે. અમેરિકન અધિકારીઓના મતે આ કામ અત્યંત જટિલ અને જોખમી છે. પેન્ટાગોન આ ઓપરેશન માટે વધારાના ૧૦,૦૦૦ સૈનિકો તહેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આ ઓપરેશનને મંજૂરી મળશે તો અમેરિકાના વિશેષ દળો ઈરાનના મિસાઈલ અને ડ્રોન હૂમલાઓ વચ્ચે પરમાણુ મથકોને સુરક્ષિત કરી રેડિયોએક્ટિવ સામગ્રી બહાર કાઢશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ કોઈ નાનું ઓપરેશન નહીં હોય અને તે અઠવાડિયા સુધી ચાલી શકે છે.

બીજી તરફ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનનું તેલ પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. રવિવારે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમ્યાન તેમણે વધુમાં કહ્યું કે, સાચું કહું તો મારી મનપસંદ વસ્તુ ઈરાનનું તેલ લેવું છે. તેના પર કબજો કરવા માટે અમેરિકા પાસે ઘણાં વિકલ્પો છે. તેમણે આગળ કહ્યું કે 'અમેરિકામાં કેટલાક લોકો રહે છે કે તમે આવું શા માટે કરી રહ્યા છો ?' પણ તેઓ મુર્ખ છે. તેમણે ખાર્ગ ટાપુનો ઉલ્લેખ કરતા કહ્યું 'કદાચ આપતે ખાર્ગ ટાપુ લઈ લઈએ, કદાચ નહીં.' ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે આ ટાપુ પર ઈરાનનું સંરક્ષણ બહુ મજબૂત નથી અને અમેરિકા તેને સરળતાથી પોતાના કબજામાં લઈ શકે છે.

બીજી તરફ, આ સંઘર્ષને રોકવા માટે રાજદ્વારી પ્રસાસો તેજ બન્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા, તૂર્કિએ અને ઈજિપ્તના વિદેેશમંત્રીઓ સાથે બેઠક યોજી છે, જેનો મુખ્ય ઉદૃેશ્ય યુદ્ધ અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે. જો કે, હજુ સુધી અમેરિકા કે ઈરાન આ વાતચીતમાં સામેલ થયા નથી. આ તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh