Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાઃ નગરપાલિકા વિસ્તારમાં
ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા પાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા સ્થળેથી પાણી વિતરણ થતું હતું. તેમાંથી પાણીના નમૂના લઈને તેનું ટેસ્ટીંગ કરતા મોટાભાગના ફેઈલ થયા હોય, પાણી પીવાલાયક ના હોવાનો રિપોર્ટ હોય, આ બાબતે સુપર ક્લોરિનેશન કરવા આદેશ પણ કરાયો હતો, જે સંદર્ભમાં પાલિકાના ભઠ્ઠી ચોક તથા મહાદેવાડા સહિતના વિસ્તારોમાં પણ ગંદુ અને કાળું પાણી આવતું હોવાની પણ ફરિયાદો થઈ છે, ત્યારે દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ, અગ્રણી કપિલભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા શહેરમાં ગંદા પાણી અને આરોગ્ય વિભાગના નમૂના ફેઈલના રિપોર્ટ સાથે પત્રિકાઓ વહેંચીને આ બાબતે લોકોને જાગૃત કરવા ઝુંબેશ ચલાવી હતી.
પાલભાઈ આંબલિયાએ જણાવેલ કે સ્વચ્છ અને ચોખ્ખું પાણી આપવું તે પાલિકા સરકારની ફરજ છે ત્યારે અહીં પાલિકા સત્તાધીશોના ભ્રષ્ટાચારનો ભોગે જનતા શા માટે બને? જેથી અમે ઝુંબેશ સાથે વિરોધ-રજૂઆતો શરૂ કરી છે.
પાલિકા વિસ્તારના આ ગંદા પાણીના સંદર્ભની ફરિયાદો અંગે પાલિકા વહીવટદાર કે.કે. કરમટા દ્વારા સંપ તથા ઘી ડેમની મુલાકાત લેવામાં આવી હતી તથા ચીફ ઓફિસર દ્વારા હાલ ક્યાંય ગંદુ પાણી નહીં અને પૂરતું બ્લલીચીંગ ક્લોરીનેશન થતું હોવાનું જણાવ્યું હતું. જ્યાં તકલીફ થાય તે વ્યક્તિગત એક-બે કનેક્શન પૂરતી હોય, ત્યાં પણ યોગ્ય કરવાના પ્રયત્નો ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial