Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા
ખંભાળિયા તા. ૫ઃ ખંભાળિયા નગરપાલિકામાં એડવાન્સ ટેકસ ચૂકવનારને ૧૦% સ્કીમનો લાભ દર વર્ષે મળતો હોય છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬માં એડવાન્સ ટેકસ ચુકવણી તા. ૦૧-૦૪-૨૦૨૫થી એડવાન્સ ટેકસ ચૂકવનારને ૧૦% રાહતની સ્કીમનો લાભ મળતો હોય છે. જેમાં આવ ખતે કોઈ ટેકનીકલ કારણોસર ઈ-નગર સોફટવેરમાં ખામી સર્જાતા આ સ્કીમનો લાભ ખંભાળિયાની પ્રજાને અંદાજીત ૪૫ દિવસ જેટલો સમય મોડો સરૃં થયો હતો. જેના અનુસંધાને હાઉસ ટેકસ શાખાના અધિકારી કિશોરસિંહ સોઢા અને જીગ્નેશભાઈ મકવાણાએ આ સ્કીમ વધુ લંબાવી શકાય તેવી રજુઆત નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાને ધ્યાને મુકતા તરત જ તેજ દિવસે તા. ૩૦-૦૬-૨૦૨૫ના પ્રમુખ રચનાબેન મોટાણી તથા કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા તથા પૂર્વ કા. ચેરમેન હિનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ તથા સભ્યોએ તાત્કાલિક મિટિંગ યોજી આ મામલે પ્રજાના હિત માટે ગાંધીનગર સુધી જરૂરી કાર્યવાહી કરી તથા માંગણી કરાતા તા. ૦૧-૦૭-૨૦૨૫ના વધુ એક મહિનો તા. ૩૧-૦૭-૨૦૨૫ સુધી ટેકસ ચુકવનાર પ્રજાને ૧૦% સ્કીમનો લાભ મળી રહેશે તેવી સત્તાવાર જાહેરાત ખંભાળિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial