Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસનું મેયરને આવેદનપત્રઃ વિપક્ષ આકરા પાણીએ
જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન થયું હતું, જેમાં ભ્રષ્ટાચાર થયો છે અને તપાસનું નાટક ચાલી રહ્યું છે. આથી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવી માગણી સાથે કોંગ્રેસ દ્વારા આજે મેયર સમક્ષ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાને શ્રાવણી મેળાના પ્લોટની હરાજીમાં ર કરોડ ૭ લાખથી વધુ રકમની આવક થઈ હતી. ટેન્ડરની શરત મુજબ આ રકમ ફક્ત ડીડીથી જ જમા કરાવવાની હોય છે. જેમાંથી આજ સુધી રૂ. ૪૧ લાખની રકમ હજુ સુધી જમા થઈ નથી. આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ થર્ડ પાર્ટી દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જે સંપૂર્ણ નિયમ વિરૂદ્ધ છે, જ્યારે સવાલ એ છે કે રૂ. ૪૧ લાખની રકમ કોણ ઓળવી ગયું? આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે મેયરને આવેદનપર પાઠવાયું હતું.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના જવાબદાર અધિકારી તથા કંટ્રોલીંગ અધિકારીએ મીલાપી થઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે
આ સમગ્ર પ્રકરણમાં તપાસનું નાટક ચાલી રહ્યું છે, અને સામાન્ય કર્મચારીને નોટીસ આપી ઉચ્ચ અધિકારીને બચાવવામાં આવી રહ્યા છે. જો ઉચ્ચ અધિકારી ઉપર પગલાં લેવામાં નહીં આવે તો મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ સમગ્ર પ્રકરણની તપાસ ડીએમસીને સોંપવામાં આવી છે. તેમણે નાયબ ઈજનેર વાણિયા અને ક્લાર્ક કેતન માંડવિયાને નોટીસ આપી છે, અને સમગ્ર પ્રકરણને ભિનુ સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને સમગ્ર પ્રકરણના મુખ્ય સૂત્રધાર અને એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાને બચાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. મુકેશ વરણવાએ જ ડીડીના બદલે ચેક લીધા હતાં. આમ મોટા મગર મચ્છને બચાવીને નાની માછલીને મારી નાખવાનું ષડ્યંત્ર તપાસ સમિતિ અને સત્તાપક્ષ દ્વારા ચાલી રહ્યું છે.
આથી જવાબદાર મુખ્ય અધિકારીને ડીસમીસ કરવામાં આવે અને ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે, અન્યથા કોંગ્રેસ દ્વારા આંદોલન, ધરણાં કરવામાં આવશે.
આ આવેદનપત્ર પાઠવતા સમયે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, કાસમભાઈ જોખિયા, ઉપરાંત દાઉદભાઈ નોતિયાર, મહિપાલસિંહ જાડેજા, સંજય કાંબરિયા, દિપુ પારિયા, આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial