Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલનું નિવેદનઃ
જામનગર તા.૧૦ : ગુજરાતભરના રધુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાથી બાંધવા નવી સંસ્થાની નોંધણી કરાવવામાં આવી છે. વિરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા સાથે થયેલા રધુવંશી સમાજના પ્રદેશ સંમેલનમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ કાયદેસરની પ્રક્રિયાથી ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની નોંધણી કરાવવી એ મારી જવાબદારી હતી તેમ પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે.
ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે વિરપુર મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રધુવંશી લોહાણા સમાજ ફોરમ નામક નવી સંસ્થાની નોંધણી કેન્દ્ર સરકારના પ્રસ્થાપિત કાયદા હેઠળ કરાવવામાં આવી હોવાનું સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે.
આ અંગેના નિવેદનમાં ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલે જણાવ્યું છે કે, યાત્રધામ વિરપુરમાં તા.૨૯-૦૯-૨૦૨૪ના રાજયભરના રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા મળી હતી. આ વેળાએ અધ્યક્ષ સ્થાનેથી મેં ઠરાવ રજુ કર્યો હતો કે, અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટનું એકીકરણ કરવા અથવા તો કાયદા હેઠળ પ્રક્રિયા કરીને રાજયભરના રધુવંશી લોહાણા સમાજની નવી સંસ્થાની રચના કરીને ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાથી બાંધવા માટે આગળ વધવું જોઈએ. આ ઠરાવને સર્વાનુમત્તે બહાલી ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ આપી હતી.
આ નિર્ણય મુજબ કેન્દ્ર સરકારના પ્રસ્થાપિત કાયદા હેઠળ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમની નોંધણી કરાવવામાં આવી છે અને હવે આ સંસ્થાના નેજા હેઠળ રાજયભરમાં સમાજની એકતા પ્રગતિ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે, સાથે જ સમાજના સંગઠનને વધુ મજબુત બનાવવાની દિશામાં પણ કાર્યવાહી કરીને મારી જવાબદારીને ન્યાય આપવા પૂરતા પ્રયાસો કરીશ તેમ સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલે અંતમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial