Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજમોતી ટાઉનશીપમાંથી મળી આવી બોટલઃ
જામનગર તા. ૧૦: જામનગરની રાજમોતી ટાઉનશીપમાં એક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ કબજે કરી છે. સ્કૂટરચાલકને પોલીસે શકના આધારે રોકાવતા સ્કૂટર મૂકીને તેનો ચાલક નાસી ગયો હતો. સ્કૂટરમાંથી ત્રણ બોટલ દારૂ મળી આવ્યો છે. એક શખ્સ અડધી બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલી રાજમોતી ટાઉનશિપની શેરી નં.૨માં જયેશ લાલજીભાઈ પરમાર નામના શખ્સના મકાનમાં શનિવારે સાંજે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી.
જામનગરના જનતા ફાટક વિસ્તારમાંથી શનિવારે રાત્રે પસાર થતા જીજે-૧૦-ડીડી ૨૬ર૭ નંબરના સ્કૂટરને પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમે રોકાવી શકના આધારે તેની તલાશી લેતા તે સ્કૂટરમાંથી ઇંગ્લિશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસને જોઈને તે સ્કૂટરનો ચાલક સ્કૂટર મૂકીને પલાયન થઈ ગયો હતો.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપ નજીક શ્રીજીનગરમાં રહેતા અવનીત ભૂપતભાઈ ઠુમ્મર નામના શખ્સને ઈંગ્લીશ દારૂની અડધી બોટલ સાથે પકડી લેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial