Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટીનો ચોંકાવનારો આક્ષેપ
ખંભાળીયા તા. ૨૯ઃ ખંભાળીયા તાલુકામાં ખેડૂતોના માટે ૧૨૩ મેટ્રીક ટન ડી.એ.પી. ખાતરનો જથ્થો ખેતીવાડી વિભાગ દ્વારા મોકલાયો હતો. પરંતુ તાલુકાની શહેરની કોઈપણ દુકાનોમાં આ ખાતરનો જથ્થો નહીં મળતા આમઆદમી પાર્ટી, કિસાન સેલના બળદેવ ગઢવીની આગેવાની હેઠળ કાર્યકરો દ્વારા ખંભાળીયા મામલતદારને આવેદનપત્ર આપીને ૧૨૩ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ક્યાં ગયો? સંગ્રહખોરી તથા કાળા બજારના આક્ષેપ સાથે તંત્ર દ્વારા તાકીદે તપાસ કરી કાળા બજાર કરનારા કે સંગ્રહખોરી કરનારા સામે કડક પગલા લેવા માંગણી કરી હતી. તેમણે જણાવેલ કે સરદાર તથા ઈફકો કંપનીના ડી.એ.પી. ખાતર ૧૨, ૩૨, ૧૬, ૨૦ વગેરે ક્યાંય ઉપલબ્ધ જ નથી. આ જથ્થો ક્યાં ગયો ? તેની તપાસ કરીને જવાબદારો સામે તાકીદે પગલા ભરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial