Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના લીમડા લાઈન સ્થિત
જામનગર તા. ૨૫: જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નામની અંગ્રેજી માધ્યમની શાળામાં ફી માં ૭૫૦૦ જેટલો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે જેથી વાલીઓ-વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે કેટલાક વાલીઓ શાળા પાસે એકત્ર થયા હતા અને સંચાલકો સમક્ષ આ ફી વધારાનો વિરોધ કર્યો હતો. વર્તમાન કાળઝાળ મોંઘવારીમાં આ ફી વધારો અશક્ય છે. અને ફી વધારો થયો પરંતુ શાળામાં શિક્ષણ કે સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી, આથી સત્વરે આ ફી વધારો પાછો ખેંચવો જોઈએ. જો આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial