Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ।.૭૦૬ કરોડની દરખાસ્તો મંજૂર

વર્તમાન શાસકોની છેલ્લી બેઠક હોવાથી અધ્યક્ષ સ્થાનેથી સાગમટી ૪૪ દરખાસ્તો રજૂ કરીને તમામ પ્રસ્તાવોને ધડાધડ બહાલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: વર્તમાન સાશકોની છેલ્લી બેઠક હોવાથી જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને બેઠક માં રૂ.  ૭૦૬ કરોડની દરખાસ્તો મંજૂર કરાઈ છે. અને કરોડોના વિકાસ કામોને ધડાધડ બહાલી આપી દેવાઈ છે. જેમાં ૪૪ દરખાસ્તોને અધ્યક્ષ સ્થાનેથી મંજૂરી અપાઈ હતી.

જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી વર્તમાન  શાસકોની આખરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અનેક કામોની દરખાસ્ત અધ્યક્ષ સ્થાને રજુ થવા પામી હતી.

સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક  તા. ૧૦-૦૩-૨૦૨૬ ના ચેરમેન  નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરસણા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઊપસ્થિત રહૃાા હતા.

લેબર લો કન્સલ્ટન્ટ નિમણૂક અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે  રૂ।. ૬.૩૦ લાખ, બિમારી સબબ નાણાકીય સહાય અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે  સહાય રૂ।. ૧.૫૦ લાખ ચુકવવા અંગે ભલામણ સાથે જનરલ બોર્ડમાં દરખાસ્ત મોકલવા નિર્ણય લેવાયો હતો. કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર સીસીટીવી માટે રૂ. ૧૩.૪૦ લાખ, કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર નેટવર્ક સર્વર, રાઉટર, રીસ્ટ્રક્ચર વિગેરે વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે  રૂ।. ૬૧.૪૧ લાખ , કોમ્પ્યુટર શાખાના એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ ફોર કોમ્પ્યુટર હાર્ડવેર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે રૂ।. ૯.૬૨ લાખ, ગુલાબનગર રેલ્વે ઓવરબ્રિજથી ધુંવાવ બીજ સુધી આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ તથા ગુલાબનગર રેલ્વે ઓવરબ્રિજથી ધુંવાવ બીજ થઈ ખીજડીયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ,  સમર્પણ સર્કલથી ખંભાળીયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ સિકસ લેન વાઈડનીંગ તથા દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ થઈ ખંભાળીયા બાયપાસ સુધી આસ્ફલ્ટ રી-કાર્પેટીંગનું કામ,  ભાનુ પમ્પથી લાલપુર બાયપાસ જંકશન સુધી રી-કાર્પેટીંગ કરવાના કામ માટે  રૂ।. ૬૪૯.૫૦ લાખ,  સિકયુરિટી ગાર્ડ, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ અધર સ્ટાફ ઓફ રણમલ લેક તથા ખંભાળીયા ગેઈટ  કામ અંગે રૂ. ૪૨૪.૩૯ લાખ, સિક્યુરિટી ગાર્ડ, કલીનીંગ, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ અધર સ્ટાફ ઓફ ભુજીયો કોઠાના ત્રણ વર્ષ ના કામ માટે  રૂ।. ૧૦૧.૦૨ લાખ ,  સપ્લાય ઓફ આઈએસઆઈ. માર્ક ૧૦૦ થી ૩૦૦ એમ.એમ. ડાયા કે-૭ કલાસ ડી.આઈ. સી.એલ. પાઈપ્સ (વીથ રબ્બર ગાસ્કેટ) કન્ફમીંગ ટુ આઈ. એસ. ૮૩૨૯/૨૦૦૦ બીયરીંગ આઈ.એસ.આઈ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસના (૧ વર્ષ) ના કામ અંગે રૂ।. ૪૬૪.૯૨ લાખ , લીકવીડ કલોરીન ટર્નરની ખરીદી માટે રૂ।. ૧૫.૨૪ લાખ , ગોકુલનગર ઝોન વિસ્તારમાં  સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બ૨ બનાવવાના કામ અંગે રૂ।. ૧૬.૧૨ લાખ , ગુલાબનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્દ્રનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાનું કામ (૨ વર્ષ માટે)  રૂ।. ૧૩.૨૭ લાખ,  સોલેરીયમ ઝોન વિસ્તારમાં  સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે રૂ।. ૧૯.૪૫ લાખ, જામનું ડેરૂ અને પાબારી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે  રૂ।. ૧૫.૯૩ લાખ , શંકર ટેકરી ઝોન વિસ્તારમાં  સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે રૂ।. ૧૭.૧૦ લાખ,  આઉટ ગ્રોથ એરિયાની વર્ષ : ૨૦૨૫-૨૬ ની ગ્રાંટ અંતર્ગત ટી.પી. સ્કીમ નં. - ૩/મ્, ટી.પી. સ્કીમ નં. - ૫ તથા ટી.પી. સ્કીમ નં ૨૩ (જામનગર) ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવાનું કામ (પેકેજ-૨) અંગે  રૂ।. ૩૯૭.૭૮ લાખ, આઉટ ગ્રોથ એરિયાની વર્ષ : ૨૦૨૫-૨૬ ની ગ્રાંટ અંતર્ગત ટી.પી. સ્કીમ નં. -૨૧ (જામનગર)ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવાનું કામ (પેકેજ-૫) અંગે  રૂ।. ૩૯૭.૭૮ લાખ આઉટ ચોથ એરિયાની વર્ષ : ૨૦૨૫-૨૬ ની ગ્રાંટ અંતર્ગત (૧) ટી.પી. સ્કીમ નં. -૧ (જાડા) અને (૨) ટી.પી. સ્કીમ નં. ૨ (જાડા) અને (૩) ટી.પી. સ્કીમ નં. ૨૩ ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવાનું કામ (પેકેજ-૧) અંગે  રૂ।. ૩૯૭.૭૮ લાખ,  આઉટ ગ્રોથ એરિયાની વર્ષ : ૨૦૨૫-૨૬ ની ગ્રાંટ અંતર્ગત ટી.પી. સ્કીમ નં.  ૧૧ (જામનગર) ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવાનું કામ (પેકેજ-૩) અંગે રૂ।. ૩૯૭.૭૮ લાખ , આઉટ ગ્રોથ એરિયાની વર્ષ : ૨૦૨૫-૨૬ ની ગ્રાંટ અંતર્ગત ટી.પી. સ્કીમ નં. - ૨૦ (જામનગર) ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવાનું કામ (પેકેજ-૪) અંગે રૂ. ૩૯૭.૭૮ લાખ ,  સને ૨૦૨૬-૨૭ માં સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સ કામગીરી માટે ટાવર લેડર માઉન્ટેડ વાહન ભાડે રાખવા (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) અંગે રૂ।. ૫૦.૭૪ લાખ,

સને ૨૦૨૬-૨૭ માં વોર્ડ નં. ૧ થી ૮ ના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઈરેકશન, પોલ શિફટીંગ વર્ક તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) અંગે સ્ટે. ક. ઠરાવ નં. ૧૧૯૫ તા. ૨૭-૦૬-૨૦૨૫ અન્વયે રૂ।. ૧૧.૮૦ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

સને ૨૦૨૬-૨૭ માં વોર્ડ નં. ૯ થી ૧૬ ના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઈરેકશન, પોલ શિફટીંગ વર્ક તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) અંગે રૂ. ૧૧.૮૦ લાખ , સને ૨૦૨૬-૨૭ માં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રસંગે ટેમ્પ૨૨ી લાઈટીંગ ડેકોરેશન અને આનુસંગિક વ્યવસ્થાનું કામ (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) અંગે ૨૯.૫૦ લાખ,  કન્સ્ટ્રકશન ઓફ ન્યુ વોર્ડ ઓફિસ કમ્પાઉન્ડ વોલ એટ વેરીયસ લોકેશન ઓફ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૬૪.૩૬ લાખ, સ્ટ્રેન્યુનીંગ, અપગ્રેડેશન એન્ડ રીપેરીંગ ઓફ એકઝીસ્ટીંગ બિલ્ડીંગ (વોર્ડ ઓફિસ એન્ડ કેટલ પોન્ડ) ઓફ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ અન્વયે  રૂ।. ૧૦૦.૪૨ લાખ , સને-૨૦૨૬ માટે ભાડાથી બેકહો લોડર, ડમ્પર, એકસકેવેટર (હીટાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ (એકસટેન્શન) અંગે રૂ।. ૪૬ લાખ અન્વયે રી-ટેન્ડર કરવામાં આવેલ છે.

શહેરમાં આવેલ નવી વિકસિત સોસાયટીઓમાં તેમના દ્વારા રાખેલ સફાઈ કામદારો માટે સોસાયટીઓને ચુકવવાના થતા ખર્ચ અંગે  રૂ।. ૨૬૩.૧૬ લાખ, શહેરના રખડતા ભટકતા શ્વાનો માટે ડોગ શેલ્ટર હાઉસ બનાવવાના કામ અંગે રૂ।. ૧૧.૮૧ લાખ , કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) કામે વધારાના કામ અંગે સ્ટે. ક. ઠરાવ નં. ૧૨૨ તા. ૦૯-૧૨-૨૦૨૩ અન્વયે રૂ।. ૫ લાખ , સને ૨૦૨૫-૨૬ દરમ્યાન કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) કામે વધારાના કામ અંગે  રૂ।. ૧૦ લાખ , કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ચાંટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) કામે વધારાના કામ અંગે રૂ।. ૩૦.૦૪ લાખ, કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) કામે વધારાના કામ અંગે  રૂ।. ૩૦.૦૪ લાખ , સને ૨૦૨૫-૨૬ દરમ્યાન કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં (સી.સી. ચરેડા) કામે વધારાના કામ અંગે  રૂ।. ૧૫ લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના- ૨૦૨૬-૨૭ ની ગ્રાન્ટ અંતર્ગત શહેરી સડક યોજના કામો થતા  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના- ૨૦૨૬-૨૭ ની ગ્રાન્ટ અંતર્ગત શહેરી સડક યોજના અંતર્ગતના કામો સુચવવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દ૨ખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. રૂ।. ૮૮૧૦.૫૫ લાખ ના કામો ને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના - ૨૦૨૬-૨૭ ની ગ્રાન્ટ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાના કામો સુચવવા અંગે રૂ।. ૩૨૪૦૯.૮૦ લાખના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૬-૨૭ ની ગ્રાન્ટ અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારના કામો સુચવવા અંગે  ૨જુ થયેલ દરખાસ્ત અન્વયે . રૂ।. ૧૦૧૧૩.૨૮ લાખના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. ૧૧, હાપા નજીક ના  કબ્રસ્તાન પાસે જવા માટેના સી.સી. રોડના કામ અંગે રૂ।. ૧૧.૩૪ લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૪ માં નાઘેરવાસ રામદેવપીર મંદિરવાળી શેરીમાં સી.સી. રોડ/સી. સી. બ્લોકના કામે વધારાના કામ અંગે રૂ।. ૧.૨૩ લાખ , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૧૧, વાંઝાવાસ ઈમરાનભાઈ મણીયાના ઘરવાળો મેઈન રોડમાં સી.સી. રોડના કામે વધારાના કામ અંગે  રૂ।. ૧.૯૦ લાખ , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૫, ડી.કે.વી. થી વિરલબાગ થઈ જોગર્સ પાર્ક થઈ કલેકટર કચેરી સુધી સી.સી. રોડના કામ અંગે  રૂ।. ૪૦૪.૮૩ લાખ, વોર્ડ નં. ૪ માં નાગેશ્વર પાર્ક (નવા નાગના રોડ) વિસ્તારમાં સી.સી. રોડના કામે વધારાના કામ અંગે  રૂ।. ૪.૬૫ લાખ, વોર્ડ નં. ૪ માં ડ્રીમસીટી (સ્વામીનારાયણનગર) શેરી નં. ૨, ૩, ૪, ૫ અને ૬ માં સી.સી. રોડના કામે વધારાના કામ અંગે  રૂ।. ૪.૨૮ લાખ , વોર્ડ નં. ૧૦ માં રૂગનાથજી મંદિર ગીરધારી મંદિર પાસે કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે  રૂ।. ૨૨ લાખ ,  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૯, તિરૂપતી-૨ સોસાયટીની આંતરીક શેરીઓમાં સી.સી. રોડના કામ અન્વયે બચત રહેતી રકમ અન્વયે વોર્ડ નં. ૬, ન્યુ જામનગર માણેક નગર શેરી નં. ૨ માં (૧) ભાવેશભાઈના ઘરથી પ્લોટ નં. ૧૪/૧૬ સુધી તથા (૨) હાર્દિકભાઈ સોનછાત્રાના ઘરથી રમેશભાઈ ઓઝાના ઘર સુધી સી.સી. રોડના કામે વધારાના કામ અંગે  રૂ।. ૧૨.૯૩ લાખ ,અમૃત ૨.૦ યોજના અંતર્ગત ગાર્ડન રીર્ઝવ પ્લોટ નં. (૧) ટી.પી. સ્કીમ નં. ૩/બી જાડા, ફાઈનલ પ્લોટ નં. ૪૭ (૮૦૯૫ ચો.મી.) જામનગર રાજકોટ હાઈવે હોન્ડા શોરૂમ પાસે (૨) ટી.પી. સ્કીમ નં. ૧, જાડા, એફ.પી. નં. ૮૭ (૪૫૯૯.૧૩ ચો.મી.) મહાપ્રભુજી બેઠક રોડ, શ્રી અન્નપુર્ણા માતાજીના મંદિર પાસે તથા (૩) ટી.પી. સ્કીમ નં. (૧) જેએમસી, એફ.પી. નં. ૧૦૨ (૩૨૨૩૨ ચો. મી.) સોનલનગરમાં ગ્રીન સ્પેસ એન્ડ પાર્કસ પ્રોજેકટ ડેવલપ કરવાના કામે વધારાના કામ અંગે રૂ।. ૮૪ લાખ. નો ખર્ચ મંજૂર રાખવામાં આવ્યો છે.

હેડ ટ્રાન્સફર કરવા અંગે સ્ટે. ક. ઠરાવ  અન્વયે રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. દરખાસ્તની વિગતે હેડ ટ્રાન્સફર કરવાનું મંજુર કરવામાં આવ્યું હતું સિવિલ નોર્થ ઝોન, વોર્ડ નં. ૨ ખાતે અલગ-અલગ ૭(સાત) જગ્યાએ પાઈપ ગટરના કામ અંગે રૂ।. ૨૦ લાખ ના કામ ની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અનેક દરખાસ્ત ને અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી છે

કેન્દ્ર સરકાર/રાજય સરકારની અમૃત ૨.૦ ની ગ્રાન્ટ હેઠળ રેજુવેનેશન એન્ડ ડેવલોપમેન્ટ ઓફ રણમલ લેઈક પાર્ટ-૨ એન્ડ પાર્ટ-૩ એટ જામનગરના વધારાના કામ અંગે રૂ।. ૭૮૫.૧૩ લાખ , જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ-અલગ રેલ્વે ઓવરબ્રિજ/અન્ડર બ્રીજ, ફલાયઓવર બ્રીજ તથા રીવર બીજ/કોઝ-વે/ નાળા(પુલીયા) ના ઈન્સ્પેકશન રીપોર્ટ અંગે ની કન્સલ્ટન્સી ની કામગીરી અન્વયે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ।. ૨૨૫.૪૩ લાખ , જામનગર શહેરના ૪૮૬ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવા અંગે રૂ ૭.૫૮ લાખ ના ખર્ચ ને મંજૂરી અપાઈ છે.

ડીલેવરી ઓફ ડીફરન્ટ ટાઈપ ઓફ ફાયર વ્હીકલ ઓન સુટેબલ ચેસીસ એઝ પર જે.એમ.સી. ટેકનીકલ સ્પેશીફીકેશન ફોર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ અન્વયે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ।. ૧૪૪૬.૬૪ લાખ , જામનગર મહાનગરપાલિકાની સીટી બસ સર્વિસ માટે ફેર કલેકશન અને ટીકીટીંગ સર્વિસ પુરી પાડવા અંગે ના કામ અન્વયે  રૂ।. ૧૯૪૩.૩૭ લાખ, જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડનું રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાન શક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તથા બેડી ગેઈટ સર્કલ/જકંશન ડેવલોપમેન્ટ કરવાના કામ અન્વયે રૂ।. ૫૨૪.૯૬ લાખ, ડાયલ ૧૧૨ સર્વિસીઝ માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સીના વાહનોમાં જી.પી.એસ. અને એમ.ડી.ટી. હાર્ડવેર તથા સોફટવેર ઈસ્ટોલેશનની કામગીરી અન્વયે  રૂ।. ૬૧.૮૮ લાખ ,  જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ-અલગ તમામ પ્રકારના બ્રિજનું સ્ટ્રેન્ધનીંગ/રેટ્રોફીટીંગ કરવાનું કામ (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) ના કામ અન્વયે રૂ।. ૧૦૦૮.૦૫ લાખ,  વોર્ડ નં. ૫ માં વાલ્કેશ્વરનગરી વિસ્તારમાં આવેલ વાલ્કેશ્વર મહાદેવ મંદિરના પરીસરમાં આવેલ પ્લોટ ને ગાર્ડન પ્લોટ તરીકે ડેવલોપ કરવાના કામનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવા અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂ।. ૩૭૩.૬૫ લાખ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગતના કામોની ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડને કરવાની થતી દરખાસ્તનો. રૂ।. ૫૯૩૪.૧૧ લાખના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

સિવિલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. ૧૩, કિશાન ચોક ખાતે આવેલ હિરાસરવાસમાં કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે   રૂ।. ૬.૩૦ લાખ ,  વોર્ડ નં. ૫, પાયલોટ બંગલા થી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુધીના રસ્તા ને ગૌરવ પથ કમ્પલીટ સ્ટ્રીટ તરીકે ડેવલોપના કામે વધારાના કામ અંગે  રૂ।. ૮૬.૫૮ લાખ,  સિવિલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. ૫, સૌરાષ્ટ્ર નાઈ બ્રાહ્મણ મંડળ (વાણંદ) ટ્રસ્ટની જગ્યામાં ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે રૂ. ૧૨.૫૦ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. ૧૪ માં કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટની જગ્યામાં ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે રૂ।. ૧૫ લાખ,  લોકભાગીદારી સ્કીમ અંતર્ગત વોર્ડ નં. ૧૧, ગોકુલફોર્ડ શોરૂમ સર્વિસ તીર્થ રેસીડેન્સી તથા રાજમોતી બંગ્લોઝ તરફ જતા ટી.પી. સ્કીમમાં સી.સી. રોડ બનાવવા કામ અંગે રૂ।. ૧૪૪.૧૨ લાખ,  સિવિલ વેસ્ટ ઝોન વોર્ડ નં. ૭ માં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, ઈન્દ્રેશ્વ૨ મહાદેવ મંદિરની બાજુમાં ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે  રૂ।. ૯ લાખ, ૨૦૨૬-૨૭ ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વાર્ષિક આર.સી. ના કામો તથા સી.સી. પેચવર્કના કામો અન્વયે ખર્ચ રૂ।. ૭૪.૭૫ લાખ , જામનગર શહેરના નોર્થ ઝોન (વોર્ડ નં. ૧, ૨, ૩, ૪ અને ૫) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હયાત અને કાર્યરત ભુગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અન્વયે  રૂ।. ૭૪.૪૫ લાખ,  આર.સી. ના કામો અન્વયે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ।. ૫૭.૭૦ લાખ, જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓ માટે કોમ્પ્યુટર સ્ટેશનરી તથા કન્ઝયુમેબલ આઈટમ ખરીદ કરવા વર્ષ ૨૦૨૬-૨૭ માટે  રૂ।. ૩૦ લાખ ,  જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓ માટે પ્રિન્ટીંગ કામ કરાવવા વર્ષ ૨૦૨૯-૨૭ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂ।. ૧૦  લાખ ,  જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા તથા આરોગ્ય શાખા માટે બ્લીચીંગ પાવડર તથા જંતુનાશક દવા આઈટમ ખરીદ કરવા વર્ષ ૨૦૨૬-૨૭ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂ।. ૩૦ લાખ, જામનગર મહાનગરપાલિકા ની જુદી જુદી શાખાઓ માટે ઝેરોક્ષ કામ કરવા વર્ષ ૨૦૨૬-૨૭ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે  રૂ।. ૧૫ લાખ ,  જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા ના સ્પેશીફીકેશન મુજબના રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદ કરવા વર્ષ ૨૦૨૬-૨૭ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે  રૂ।. ૧૦ લાખ.  ગુલાબનગર ની ડમ્પ સાઈટ પર લીગેસી વેસ્ટ પ્રોસેસીંગ (ડમ્પ સાઈટ રેમીડીએશન) નું કામમાં ૩૦  વધારા અંગે  રૂ।. ૧૯૨.૮૧ લાખ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મ.ન.પા. હસ્તકના જુદા જુદા જાહેર લોકેશનોની હાઉસ કીપીંગ (સફાઈ) કામગીરીના વાર્ષિક કામો પૈકી ઓફિસ બિલ્ડીંગ (વહીવટી ભવન), ન્યુ વહીવટી ભવન, સ્પોર્ટસ સંકુલ, ટાઉન હોલ તથા શાક માર્કેટ સફાઈના કામ અંગે રૂ।. ૬૩.૮૦ લાખ ના ખર્ચ ને મંજૂરી આપવા માં આવી હતી.

ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન (જીજે-૧૦-જીએ ૦૮૦૧) ના ૩ વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સહિતના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય . ત્રણ વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર પ્રથમ વર્ષનું ખર્ચ રૂ।. ૫૬.૩૧ લાખ મંજૂર કરવામાં આવ્યું હતું. ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન (જીજે-૧૦-જીએ ૫૮૯૯) ના ૩ વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સહિતના કામ અંગે  ત્રણ વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર  અને  પ્રથમ વર્ષનું ખર્ચ રૂ।. ૫૬.૩૧ લાખ મંજૂર કરાયુ હતુ.

કન્સ્ટ્રક્શન ઓફ ડોગ સ્ટીરીલાઇઝેશન/ઇમ્યુનાઇઝેશન બિલ્ડીંગ ઇન્ફ્લુડીંગ સિવિલ એન્ડ સ્ટ્રક્ચરલ ફેબ્રીકેશન વર્ક અંગે  રૂ।. ૧૯૮.૮૮ લાખ ,  સ્વચ્છ ભારત મિશન-૨.૦ દરમ્યાન સ્વચ્છતા સર્વેક્ષણ તથા ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા અંગે  રૂ।. ૨૧.૮૨ લાખ ,  સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના અલગ-અલગ ઢોર ડબાઓ ખાતે લીલો ઘાસચારો સપ્લાય કરવાના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે . ખર્ચ રૂ।. ૩૦૦ લાખ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના અલગ-અલગ ઢોર ડબાઓ ખાતે સુકો ઘાસચારો સપ્લાય કરવાના વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ અંગે  રૂ।. ૧૦૦ લાખ ,  પ્રિમોન્સુન કામગીરી-૨૦૨૬ અંતર્ગત ભાગ-૧ માં સમાવિષ્ટ ઓપન, કવર્ડ કેનાલ, નાલા-પુલિયા વિગેરેની મશીનરી તથા મેન્યુલી સફાઈ કરવાના કામ અંગે  ખર્ચ રૂ।. ૫.૫૬ લાખ, પ્રિમોન્સુન કામગીરી-૨૦૨૬ અંતર્ગત ભાગ- માં સમાવિષ્ટ ઓપન, કવર્ડ કેનાલ, નાલા-પુલિયા વિગેરેની મશીનરી તથા મેન્યુલી સફાઈ કરવાના કામ અંગે  રૂ।. ૭.૨૩ લાખ, ડીઝાઈન, બિલ્ડ, ઇરેક્શન, કમિશનીંગ એન્ડ ૧૦ યર્સ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (ઇન્ફ્લુડીંગ મોન્સુન પીરીયડ) ઓફ એન ઇન્ટ્રીગ્રેટેડ મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ પ્રોસેગીંગ ફેસેલીટી કમ્પ્રેસીંગ પ્રિ-શોટીંગ યુનીટ, મટીરીયલ રીવરી ફેસેલીટી (એમ.આર.એફ.), બાયો મેથેનેશન પ્લાન્ટ એન્ડ વેસ્ટ-ટુ-કમ્પોસ્ટ પ્લાન્ટ એન્ડ વેસ્ટ-ટુ-કમ્પોસ્ટ પ્લાન્ટ એટ જામનગર ઓન પીપીપી બેસીસ વીથ પ્રોવીઝન ફોર એક્સ્ટેન્શન અપ ટુ ફાઇવ યર્સના કામે કમિશનર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે  રૂ।. ૨૬૪.૩૫ કરોડ ની દરખાસ્ત અન્વયે રી-ટેન્ડર કરવામાં આવી છે.

રણજીતનગર ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધ્નીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે રૂ।. ૧૦.૪૦ લાખ ,  પવનચકકી ઝોન વિસ્તાર માં  સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આ૨.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે  રૂ।. ૧૩.૦૮ લાખ, રવિપાર્ક ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે  રૂ।. ૧૧.૬૦ લાખ,  પ્રોવાઇડીંગ, સપ્લાઇંગ, લોવરીંગ, લેઈગ, જોઇન્ટીંગ, ફીક્સીંગ એન્ડ ટેસ્ટીંગ ડી.આઇ. કે. ૭ પાઇપ લાઇન ફોર વોટર ડ્રીસ્ટીબ્યુશન નેટવર્ક કનેક્શન વીથ એક્ઝીસ્ટીંગ પાઇપ લાઇન એન્ડ અલાઇડ વર્ક ફોમ ડેરી સર્કલ ટુ હાથણી વિસ્તાર બેડી ઝોન જામનગર મ્યુ. કોર્પોરેશનના કામ અંગે  રૂ।. ૧૦૭.૦૨ લાખ, પ્રોવાઇડીંગ, સપ્લાઇંગ, લોવરીંગ, લેઈગ, જોઇન્ટીંગ, ફીકસીંગ એન્ડ ટેસ્ટીંગ ડી.આઇ. કે. ૭ પાઈપ લાઈન ફોર વોટર ડ્રીસ્ટીબ્યુશન નેટવર્ક કનેક્શન વીથ એક્ઝીસ્ટીંગ પાઇપ લાઇન એન્ડ અલાઇડ વર્ક એટ માધાપર ભુંગા દિ. પ્લોટ વિસ્તાર બેડી ઝોન  ના કામ અંગે  રૂ।. ૯૩.૨૯ લાખ, સમર્પણ અને પમ્પહાઉસ ઇ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવાના કામના રેઈટ કોન્ટ્રાક્ટ અંગે રૂ।. ૧૦૪.૫૮ લાખ, જામનગર શહેરમાં આવેલ હૈયાત ગૌરવ પથ તેમજ આયોજન અન્વયે પ્રગતિ હેઠળના ગૌરવ પથ અને ભવિષ્ય નવા બનાવવામાં આવનાર ગૌરવ પથ બનવાથી શહેરની સુંદરતામાં વધારો થતો હોય તેમજ શહેરીજનોને સારા રોડ ની સુવિધા મળતી હોય તેમજ ટ્રાફીકનું ભારણ ઓછું થાય તે માટે ગૌરવ પથ બનાવવાનો મુળ હેતુ હોય, આથી ગૌરવ પથ ઉપર રેકડી-પથારાવાળાઓને ભો-ભાડુ વસુલીને મંજુરી આપવી નહી તેમજ પાર્કીંગ માટે જગ્યા આપવી નહિ તે અંગે નિર્ણય કરવામાં આવેલ છે.

શહેરમાં અલગ-અલગ જગ્યાએ યુટીલીટી ઇન્સ્ટોલ / શીફટીંગ/રીપેરીંગ માટે ખોદાણ કરવામાં આવે છે. તેવા રોડ જેમાં ૫૦% થી વધુ ડેમેજ થયેલ હોય તેવા રોડ પર પેચવર્કની કામગીરી કરવાના બદલે લગત કોન્ટ્રાક્ટર દ્વારા રકમ મનપામાં જમા કરાવવાની રહેશે અને નવો રોડ બનાવવા આનુસંગીક કાર્યવાહી કરવાની રહેશે.

શ્રાવણી મેળા દરમ્યાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે બનાવેલ સ્ટેજ-મંડપ ના કામ અંગે રૂ।. ૧૯.૪૪ લાખ નો ખર્ચ ચેરમેન નિલેશભાઈ કગથરા ના કાર્યકાળની છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં ચેરમેનશ નિલેશભાઈ તેમજ કમિશ્નર દ્વારા સર્વે પદાધિકારી ઓ, અધિકારી ઓ, સેક્રેટરી કાર્યાલય સ્ટાફ તેમજ મનપા સમગ્ર સ્ટાફનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આમ આ બેઠક માં કુલ રૂ.૯૭૦.૮૧ કરોડ ની દરખાતો રજુ થઈ હતી જેમાંથી  રૂ।. ૨૬૪.૮૧ કરોડની દરખાસ્ત રી ટેન્ડર કરવામાં આવી હતી જ્યારે  રૂ।. ૭૦૬ કરોડ ની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.રૂ. ૫૭૬.૪૧  કરોડ ની દરખાસ્તો ના સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh