Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ ની ટીમ દ્વારા શહેર માંથી ખાણીપીણીના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ અનેક હોટલ રેસ્ટોરન્ટને નિયમનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી જ્યારે કુલ ૫૬.૫ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
ઉનાળાની સીઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તાર માંથી બરફ (૨), શેરડી નો રસ (૩), ફાલુદો, લીંબુ સોડા તેમજ રેસિડેન્શિયલ ઝોન, દરેડ માંથી ફાઈનલ વોટર (લુઝ) (૬) સર્વેલન્સ ખાદ્ય પદાર્થના કુલ ૧૩ નમુના લઈ પરીક્ષણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ઢીંચડા, જામનગરમાં બેકટેરીયોલોજીકલ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. જેના પૃથ્થકરણ રિપોર્ટ આવ્યેથી નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ૨૦ હોટેલ રેસ્ટોરન્ટમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત લઇ રેસ્ટોરન્ટમાં વેજ/નોનવેજનું પોસ્ટર/ સિમ્બોલ લગાડવું તથા જે પનીર/એનાલોગ/ચીઝ જે વાપરતા હોય તેનું કસ્ટમરને વંચાય તેમ સ્પષ્ટ બોર્ડ લગાડવું. રૂલ્સનું બોર્ડ લગાડવું તથા કયું તેલ વાપરો છો ? તે બોર્ડમાં સ્પષ્ટ દર્શાવવું વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવેલ.
તેમજ ૧૧૬/ જી.આઈ.ડી.સી રોડ, ફેઝ-ના દરેડમાંથી ઉત્પાદક પેઢી માંથી પનીર (લુઝ), ચીઝ એનાલોગ (લુઝ) બે ખાદ્ય પદાર્થના નમુના લઇ ચકાસણી અર્થે ફૂડ ડ્રગ લેબોરેટી વડોદરામાં મોકલવામાં આવ્યા.
તેમજ કમિશનર ગાંધીનગરની સુચના અનુસાર જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ હોટેલ/ ધાબા/ રેસ્ટોરન્ટ/ ફાસ્ટફૂડની લારીઓ વગેરે માં જામનગર મહાનગર પાલિકાની ફૂડ વિભાગની ટીમ ધ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સને સાથે રાખી ૯ ફાસ્ટ ફૂડ પેઢી/રેકડીમાં પનીર/ એનાલોગ/ ચીઝ જે વાપરતા હોય તેનું કસ્ટમરને વંચાય તેમ સ્પષ્ટ બોર્ડ લગાડવું,ના રૂલ્સનું બોર્ડ લગાડવું તથા કયું તેલ વાપરો છો ? તે બોર્ડમાં સ્પષ્ટ દર્શાવવું. વગેરે સુચના આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની ફૂડ, વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ, સ્ટોલ પર રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતા કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, વાસી ખોરાક ન રાખવા વગેરે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી.
ચેકિંગ દરમ્યાન અલગ અલગ પેઢીઓ માંથી આશરે ૫૬.૫ કિલોગ્રામ - ખાદ્ય પદાર્થ/ ડેરી એનાલોગ/ ચીઝસ્પ્રેડ/ વેજફેટ વગેરે મળી આવતા નાશ કરાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial