Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી

શહેરની મસ્જીદોમાં ઈદની નમાઝ પછી એક બીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર શહેરમાં મુસ્લિમ સમુદાયના સૌથી મહત્ત્વના પવિત્ર રમઝાન માસનુ સમાપન થતા ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) સદ્ભાવના પૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર, જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ સમુદાયે અલ્લાહનો શુક્ર અદા કરવા સવારે નમાઝ અદા કરી હતી. નમાઝ પછી અનેરા ઉત્સાહ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની જુમ્મા મસ્જીદ, રતનબાઈ મસ્જીદ, કમાલશા મસ્જીદ, ગોવાળ મસ્જીદ, મતવા મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરી એક બીજાને ઈદમુબારક પાઠવ્યા હતા. સમગ્ર મુસ્લિમ સમુદાયમાં મહત્ત્વપૂર્ણ ગણાતા રમઝાન માસમાં રોઝા, નમાઝ, કુઆર્ન શરીફની તિલાવત કરી અલ્લાહની રહેમતો અને બરકતા સભર ઈદના પવિત્ર દિવસે ઈદગાહ પર નવા વસ્ત્રોમાં સજ્જ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. શહેરની મસ્જીદો અને મુસ્લિમ વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઈદગાહ મસ્જીદ પર મૌલાના સૈયદ સલીમબાપુ નાનીવારાએ મૌલાના ઈદની નમાઝ અદા કરાવી હતી. ઈદગાહ પર હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા, આમઆદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ સોઢા, આનંદભાઈ રાઠોડ, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અ. રશીદ લુસવારા, મુસ્લિમ અગ્રણી હાજીભાઈ અન્નાભાઈ ખફી, એડવોકેટ અશરફભાઈ ગોરી, પત્રકાર ઈનામતખાન પઠાણ, એડવોકેટ ફારૂકભાઈ રીંગણીયા, આમઆદમી પાર્ટીના કમલેશભાઈ ગઢવી, દસ્તગીર શેખ, અનવરભાઈ બંદુકવારા, છત્રપાલસિંહ જાડેજા, આમદભાઈ ખુરેશી, મોહસીનભાઈ ખફી, સાજીદભાઈ બ્લોચ, પપ્પુભાઈ સંઘી, મેમણ સમાજના જુનેદભાઈ ધ્રોલીયા, આમઆદમી પાર્ટીના દુર્ગેશભાઈ, ઉંમરભાઈ સોઢા, અઝીમખાન પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh