Advertisement
Author: નોબત સમાચાર

ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થિનીઓ તથા ડિપ્લોમા અને બી.એડ.ના તાલીમાર્થીઓનો શુભેચ્છા સમારોહ

ધ્રોેલની એમ.ડી.મહેતા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: ધ્રોલની એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થિનીઓ તથા બી.એડ.ના તાલીમાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.ડી.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ તથા ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થી બહેનોનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

જેમાં બેસ્ટ એક્ટિવ સ્ટુડન્ટ્સ એવોર્ડ કાર્યક્રમ શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ધર્મેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, મુખ્ય વક્તા વિશાલભાઈ ભાદાણી, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન સણોસરા, અતિથિ વિશેષ પ્રદ્યુમનસિંહજી જાડેેજા, મેનેજિંગ કમિટીના સભ્ય પાર્થભાઈ પંડયા, મીનાબેન શેઠ, સલાહકાર સમિતિના સભ્ય કેશુભા જાડેજા, અશોકદાન ગઢવી, દિલીપભાઈ શાહ, અશ્વિનભાઈ સંતોકી, કોઓર્ડીનેટર હેમલબેન અને સરોજબેન, આચાર્ય નીતાબેન રામાનુજ, તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 'ઓ પાલનહારે...' પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ મહેમાનોનું કુમકુમ તિલક, કાર્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશાલભાઈ ભાદાણીનુંંં શાલ અને પુસ્તક દ્વારા સન્માન બાદ, જલ્પાબેને તેમનો પરિચય આપ્યો હતો. ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થિની રાઠોડ ઝંખના, નકુમ નિરાલી, કણેત ઉન્નતિએ પોતાના વિદ્યાર્થી પ્રતિભાવો રજૂ કર્યા હતા. બેસ્ટ એક્ટિવ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમના મુખ્ય વક્તાએ વિદ્યાર્થીઓને વિવિધ દૃષ્ટાંતો અને જોક્સ દ્વારા પોતાની આગવી શૈલીમાં એકાગ્રતા, દૃઢ સંકલ્પ, ઊંચુ ધ્યેય અને ખંત તથા મહેનત દ્વારા બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવવા શુભેચ્છા પાઠવી. મેરીટ, ક્વોલિટી અને સ્કૂલના આ સમયમાં ઉત્તમ રીતે ઉત્તીર્ણ થવું જરૂરી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી ક્ષમતાઓની ઓળખવા માટે અપીલ કરી અને આર્થિક સ્વતંત્રતા તથા આર્થિક સમજણ મેળવીને પોતાનું અસ્તિત્વ જાતે ઊભું કરવા જણાવ્યું હતું. તથા તમામને ડર્યા વિના પરીક્ષા આપી સારૃં પરિણામ પ્રાપ્ત કરે, એવી શુભેચ્છા આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ તેમને મુંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી અને માર્ગદર્શન મેળવ્યું, ધર્મેશભાઈએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં સ્વામી વિવેકાનંદના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને ઈચ્છા શક્તિ અને દૃઢ મનોબળથી પ્રગતિ કરવા જણાવ્યું હતું.

ધો. ૧૨ના વિદ્યાર્થીઓને 'ઈશ્વરના ઓટોગ્રાફ' પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. પુસ્તક દીપ યોજના હેઠળ ડી.એલ.એડ. અને બી.એડના વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન 'વંદે માતરમ્...'એ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમનું માર્ગદર્શન કરૂણાબેને આપ્યું. કાર્યક્રમની આભારવિધિ શોભનાબેન કાછડીયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા હીનાબેન ભેંસદડીયાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh