Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્તા, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણના સંકલ્પ સાથે બે દિવસીય આયોજનઃ
જામનગરના ખાખરિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાખરિયા પરિવારની એક્તા, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણના સંકલ્પ સાથે બે દિવસ માટે ૧૬ મો 'મધુ શાંતિ યજ્ઞ'નો ધાર્મિકોત્સવ શાસ્ત્રોક્ત વિધિ, ભક્તિભાવ સાથે ઉમંગભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ખાખરિયા પરિવારના કુળદેવી સિકોતેર માતાજીની કૃપાથી યોજાયેલ આ ધાર્મિક પ્રસંગે પરિવારના તમામ વર્ગના સભ્યો, વડીલો, યુવાનો અને બાળાઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. બે દિવસીય આ ધાર્મિકોત્સવમાં સંધ્યા આરતી, યજ્ઞ યજમાન ડ્રો, વિશેષ ધાર્મિક કાર્યક્રમો, બાળાઓ દ્વારા કળશયાત્રા, હવન, બીડું હોમવાનો પ્રસંગ, મહાપ્રસાદ વિગેરે ખૂબ જ વ્યવસ્થિત રીતે યોજાયા હતાં, જેમાં બાળાઓની કળશયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. લગભગ છ દાયકા પછી સમગ્ર પરિવાર દ્વારા એકસાથે કુળદેવી સિકોતર માતાજી મંદિરના નવનિર્માણ કાયનો શુભારંભ થયો હતો. આ કાર્ય ખાખરિયા પરિવારની આસ્થા અને એક્તાનું પ્રતીક બન્યું છે, અને ભાવિ પેઢી માટે એક પ્રેરણાદાયી સંદેશ પૂરવાર થયું છે. યજ્ઞ દરમિયાન સામૂહિક પ્રાર્થનાઓ, હવન, આરતી દ્વારા 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. ખાખરિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ કાર્યક્રમના સફળ આયોજન માટે યજમાનો, દાતાઓઅને સ્વયંસેવકો તથા ઉ૫સ્થિત તમામ પરિવારજનોનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial