Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત ધ્રોલમાં કરી દેવાતા ઉઠતી આશંકાઓઃ ફિયાસ્કો નહીં થાય ને ?

પી.એમ. મોદીએ અન્યત્ર ખાતમુહૂર્ત કરતા એક મહત્વાકાંક્ષી યોજના દટાઈ ગઈ હતી ?!

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૧૦: હિન્દુ શાસ્ત્રોમાં પૂજન વિધિ માટે અનેક પ્રકારના ઉલ્લેખ છે.જેમાં કોઈ પણ નિમાર્ણ સ્થળ માટે (ભૂમિ) ખાતમુહૂર્ત કરવાનું  પ્રાવધાન છે પરંતુ આ બાબત જામનગર જિલ્લા સરકારી તંત્રની અજ્ઞાનતા સામે આવી છે.

વાત એમ છે. કે રાજયના એસ ટી નિગમ દ્વારા રાજયના દરેક તાલુકા મથકે એસ.ટી.ના નવા બસ સ્ટેન્ડનું નિર્માણ ત્રણ વર્ષ પહેલાં નક્કી કર્યું હતું, અને રાજય સરકાર દ્વારા તાલુકા મથક જોડિયામાં એસ. ટીના નવા બસ સ્ટેન્ડ ના નિર્માણ માટે ગ્રાંટ ફાળવી ચૂકી છે, અને જાહેરાત પણ કરાઈ હતી. જિલ્લા એસ. ટી ડેપોના અધિકારી જોડિયા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને પંચાયત પાસે સરકારી જમીન માંગણી કરી હતી. પરંતુ જોડિયા પંચાયત પાસે પોતાના વિસ્તારમાં સમ ખાવા જેટલી જમીન બચી નથી. તો પછી બસ નિર્માણ માટે ક્યાં થી જમીન ફાળવી શકે ? 

અત્યાર સુધી ગામની અંદરનું ખાનગી માલિકની જગ્યા ભાડે રાખીને બસ સ્ટેન્ડ વરસોથી ભાડાની જગ્યાનો ઉપયોગ કરતું હતું. નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જમીન ટૂંકી પડતી હતી.જયારે વર્તમાન જામનગરના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાધવજી પટેલ, કે જેઓ કેબીનેટ મંત્રી હતા, ત્યારે તેઓ જોડિયા માટે નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટેની જાહેરાત કરી ચૂક્યા છે. અંતે એકાદ વર્ષ પહેલાં સરકારના દબાણ હેઠળ જોડિયાના મામલતદાર દ્વારા ગામથી એક કિલો મીટર  દૂર મહેસુલ કચેરી સામે એક વર્ષ પહેલાં રેલવેની પડતર જમીન ફાળવી છે.

જયારે ખાતમુહુર્તનો સમય આવ્યો તે પણ જોડિયા થી ૨૨ કિલો મીટર દૂર ધ્રોળ ખાતે જોડિયા અને ધોલના નવા બસ સ્ટેન્ડના નિર્માણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાતમાં પુવે કોગ્રેસની સરકાર ની જેમ  અન્યાય ની પરંપરા  છેલ્લા ૩૦ વર્ષ થી ગુજરાતની ભાજપા સરકાર જોડિયા સાથે ચાલું રાખીને જોડિયાની પ્રજા ને અછુત સમજી રહી છે. જેનો દાખલો તાજેતરમાં ધ્રોળમાં બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત બતાવી આપેલો છે. સરકાર કાર્યક્રમ પાછળ કરોડ રૂપિયાના ખર્ચની વાહવાહી લુંટે છે. જોડિયામાં બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવાનાને બદલે ધ્રોળ માં કરવાથી જોડિયાની પ્રજામાં નારાજગી જોવા મળે છે.

શાસ્ત્રો મુજબ જે સ્થળે નિર્માણ કરવાનું હોય તે સ્થળનું વિધિ પુવેક ભૂમિ પૂજનની માન્યતા રહી છે. પરંતુ રાજયનું એસ. ટી. નિગમે ખાતમુહૂર્તની પરંપરા બદલી નાખી. ૨૦૧૮/૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોડિયામાં દરિયાના ખારા પાણીમાં થી મીઠાં પાણી બનાવવાની યોજનાનુ ખાતમુહૂર્ત જામનગરથી કર્યું હતું તેઓએ ગુજરાત ને ઈઝરાયલ જેવું સપનું બતાવવા માંગતા હતા. કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઈઝરાયલની મુલાકાત સમયે ખારા પાણીથી મીઠાં પાણીની ટેકનોલોજી નિહાળી હતી. જે આજે પણ ખારા પાણી થી મીઠાં પાણી યોજના ફાઈલ નીચે દટાઈ ગઈ છે. જોડિયાની પ્રજાનું માનવું છે. બીજા સ્થળનું ખાતમુહૂર્ત જોડિયાના નવા બસ સ્ટેન્ડની સપના પુનરાવર્તન તો નથી થવાનું. તાજેતરમાં ધોલના એસ ટી વર્કશોપ ધોલ અને જોડિયાના નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે રાજયના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh