Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧,૦૮,૮૦૦ની મત્તા ઉપડી ગઈઃ
જામનગર તા. ૧૧: રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા પાટીયા પાસે આવેલા એક કારખાનામાંથી સપ્તાહ પહેલાં રાત્રિના સમયે બ્રાસપાર્ટનો ભંગાર, છોલ, કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા અન્ય સામાન મળી રૂા.૧ લાખથી વધુની મત્તાની ચોરી થયાની કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર નજીકના મુરલીધરનગરમાં વસવાટ કરતા જયદીપભાઈ રમેશભાઈ વેકરીયા નામના આસામીની જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા નજીક ખોડિયાર પ્લાસ્ટિક નામના કારખાનામાં ગઈ તા.૩ની રાત્રિના સમયે ચોરી થયાની પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જયદીપભાઈના કારખાનામાં શુક્રવારની રાત્રિથી શનિવારની સવાર સુધીમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ અંદરથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઈલેકટ્રીક સગડી, ૬૦ કિલો પિતળનો ભંગાર, ૪૦ કિલો પિતળનો છોલ તેમજ એક પંખો અને ટેપ ઉપરાંત હેલોઝન લાઈટ ઉઠાવી લીધા છે. અંદાજે રૂા.૧,૦૮,૮૦૦ની કિંમતની મત્તા ચોરી જવા અંગે જયદીપભાઈએ ફરિયાદ નોંધાવતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial