નિફ્ટીમાં કોન્સોલિડેશન વચ્ચે સિલેક્ટિવ બાઈંગનો માહોલ...!!

તા. ૧૧-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...

આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને સૂચકાંકોએ વોલેટિલિટી સાથે શરૂઆત કરી હતી. વૈશ્વિક બજારોના સંકેતો મિશ્ર હોવાને કારણે, સ્થાનિક બજારમાં સાવચેતીભર્યું વલણ રહ્યું હતું. જોકે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ સેક્ટરમાં ખરીદીનો ટેકો મળતા માર્કેટ નીચલા મથાળેથી સ્ટોક સ્પેશીફીક રિકવર થવામાં સફળ રહ્યું હતું.

આજે માર્કેટમાં 'બુલ' અને 'બેર' વચ્ચે અફડાતફડી બાદ ચોક્કસ સ્ટોક્સમાં 'લોંગ બિલ્ડઅપ' જોવા મળ્યું છે.

વૈશ્વિક સંકેતો :

વૈશ્વિક મોરચે, યુએસ બજારોમાં ફુગાવાના આંકડા પહેલાં સાવચેતી જોવા મળી રહી છે, જેની અસર ભારતીય બજારો પર પણ વર્તાઈ રહી છે. એશિયન બજારોમાં નરમાઈ હતી. સ્થાનિક સ્તરે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલીનું દબાણ હળવું થયું છે, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ સતત નીચલા સ્તરે સપોર્ટ પૂરો પાડી રહ્યા છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે.

ટેકનિકલ જોઈએ તો, નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ થી ૨૬૨૦૨ પોઈન્ટ વચ્ચે એક મહત્વપૂર્ણ રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યો છે. જોકે, ચોક્કસ સ્ટોક્સમાં મજબૂત 'પ્રાઈસ વોલ્યુમ બ્રેકઆઉટ' જોવા મળી રહ્યું છે.

કોમોડિટી બજાર : ક્રૂડ અને કિંમતી ધાતુઓમાં મિશ્ર હલચલ સાથે કોમોડિટી માર્કેટ અત્યારે ભારે અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છેઃ

ક્રૂડ ઓઈલ : રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ અને ઓપેક રાષ્ટ્રો દ્વારા ઉત્પાદનમાં કરવામાં આવેલા કાપને કારણે ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ભારત તેની જરૂરિયાતનું ૮૦% ક્રૂડ આયાત કરતું હોવાથી વધતા ભાવ રૂપિયા પર દબાણ લાવે છે. જોકે, રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ મેળવવાની રણનીતિને કારણે ભારત આ દબાણને સારી રીતે હેન્ડલ કરી રહ્યું છે.

સોનું અને ચાંદી : વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનું અત્યારે 'સેફ હેવન' તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં સોનાનો ભાવ અંદાજે રૂ।. ૧૫૭૯૨૫ અને ચાંદીનો ભાવ રૂ।. ૨૫૯૭૫૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીમાં જોવા મળતી ભારે વોલેટિલિટીને કારણે ટ્રેડર્સ હાલમાં તેનાથી દૂર છે, પરંતુ સોનામાં તબક્કાવાર તેજીની પૂરેપૂરી શક્યતા છે.

બેઝ મેટલ્સ : ચીનના અર્થતંત્રમાં સુધારાના સંકેતો મળતા કોપર અને એલ્યુમિનિયમ જેવી મેટલ્સમાં સ્થિરતા જોવા મળી છે, જે મેટલ સેક્ટરના શેરો માટે પૂરક સાબિત થશે.

સ્થાનિક સ્તરે : આરબીઆઈની ભૂમિકા અને રૂપિયો

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખ્યો છે. ગવર્નર શક્તિકાંત દાસે 'ન્યુક્રલ' જાળવી રાખીને સ્પષ્ટ કર્યું છે કે જો મોંઘવારી અંકુશમાં રહેશે તો જ વ્યાજદરમાં ઘટાડાનો માર્ગ મોકળો થશે. આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે જીડીપી ગ્રોથ અંદાજ વધારીને ૭.૪% કરવો એ ભારતીય અર્થતંત્રની મજબૂતીની મહોર છે. બીજી તરફ, રૂપિયો ડોલર સામે ૯૦.૬૦ ના સ્તરે સ્થિર રહીને ભારતીય નિકાસકારો અને રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે.

ટેકનિકલ એનાલિસીસ :

બજારની માર્કેટ બ્રેડ્થ જોઈએ તો કુલ ૩૬૪૪ સ્ક્રિપોમાંથી ૧૫૫૦ વધનાર અને ૧૯૧૬ ઘટનાર શેર રહ્યા છે. આ ડેટા સૂચવે છે કે તેજી પ્રોફિટ બુકિંગ સાથે આગળ વધી રહી છે.

નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડઃ

નિફ્ટી અત્યારે  ઉછાળે વેચવાલી ડાઉનટ્રેન્ડમાં તરીકે છે. ટ્રેડિંગના સંદર્ભમાં ૨૬૧૬૦ પ્રથમ અને ૨૬૨૦૨ અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. ઉપરની તરફ ૨૫૯૩૦ થી ૨૫૮૮૦ ની સપાટી સ્પર્શી શકે છે. ૨૬૦૬૦ ની નજીક નવી પોઝિશન બનાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. સાવધાનીપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.

સ્ટોક સ્પેશિફિક ટ્રેન્ડ :

વોલ્ટાસ લિ. ૧૪૮૨ 

હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ દિગ્ગજ સ્ટોક હાલમાં મજબૂત અપટ્રેન્ડમાં છે. ટેકનિકલ ચાર્ટ પર 'હાયર લો - હાયર હાઇ' ફોર્મેશન દેખાઈ રહ્યું છે. આ સ્ટોક રૂ।.૧૪૬૪ નો પ્રથમ તેમજ રૂ।.૧૪૫૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ।.૧૪૭૭ થી રૂ।.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! જો સ્ટોક રૂ।.૧૪૯૪ ની ઉપર ટકી રહે તો તેજી તરફી ખાસ ધ્યાન રાખવું. આ સ્તરે નવું 'શોર્ટ કવરિંગ' જોવા મળી શકે છે.

ગોદરેજ કન્ઝ્યુમર રૂ ૧૨૦૨

એ/ટી + ૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૧૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ આપી ચૂક્યો છે. વોલ્યુમમાં પણ વધારો જોવા મળ્યો છે જે બુલિશ મોમેન્ટમ સૂચવે છે. રૂ।.૧૧૮૪ ના મજબૂત સપોર્ટથી આ સ્ટોક રૂ।.૧૨૧૬ થી રૂ।.૧૨૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી પ્રબળ સંભાવના છે...!! આ સ્ટોકમાં 'લોંગ બિલ્ડઅપ' સ્પષ્ટપણે જોઈ શકાય છે.

જીન્દાલ સ્ટીલ ૧૧૮૯

બાય ઓન ડીપ્સ તરીકે મેટલ સેક્ટરમાં ફરી ચમકારો જોવા મળ્યો છે. આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ રોકાણલક્ષી સ્ટોક તેના મહત્વના મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે રૂ।.૧૧૭૩ નો પ્રથમ તેમજ રૂ।.૧૧૬૭ ના બીજા સપોર્ટથી આ સ્ટોક રૂ।.૧૧૯૦ થી રૂ।.૧૨૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! પોઝિશનલ ટ્રેડર્સ માટે આ એક મહત્વપૂર્ણ લેવલ છે.

અદાણી ગ્રીન રૂ ૯૮૧

પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક હાલમાં કોન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે અને ટ્રેડીંગલક્ષી રૂ।.૯૬૭ થી રૂ।. ૯૯૭ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે !! અંદાજીત રૂ।.૯૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! જો ૯૯૭ નું લેવલ ક્રોસ થાય તો જ નવી તેજીની શક્યતા છે, ત્યાં સુધી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળી શકે છે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ સેક્ટરમાં તેજી : ઉનાળાની સીઝન નજીક આવતાં છઝ્ર અને કુલિંગ પ્રોડક્ટ્સની માંગ વધવાની અપેક્ષાએ આ સેક્ટરમાં આજે જોરદાર લેવાલી જોવા મળી હતી. મેટલ પેક સેક્ટરમાં ચીન તરફથી સ્ટીમ્યુલસની અપેક્ષાએ ગ્લોબલ મેટલના ભાવમાં સુધારો થતા સ્થાનિક મેટલ શેરોમાં પણ ખરીદી નીકળી હતી.

બજાર અત્યારે 'સ્ટોક સ્પેસિફિક' છે. એટલે કે ઈન્ડેક્સને ટ્રેક કરવાને બદલે સ્ટોક સ્પેશીફીક ફન્ડામેન્ટલ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ હિતાવહ છે. વોલ્ટાસ અને ગોદરેજ જેવા શેરોમાં ટેકનિકલ બ્રેકઆઉટ છે, પરંતુ ટ્રેડર્સે હંમેશા કડક સ્ટોપ લોસનો ઉપયોગ કરવો જોઈએ. ઉતાવળે નિર્ણય લેવાને બદલે લેવલ ટુ લેવલ ટ્રેડિંગ કરવાની સલાહ છે.

બજારની ભાવિ દિશા :

ઈન્વેસ્ટ પોઈન્ટ મુજબ, અત્યારે બજાર 'ઘટાડે ખરીદી' ની વ્યૂહરચના માટે એકદમ અનુકૂળ છે. ૧૨ ફેબ્રુઆરીએ જાહેર થનારા સીપીઆઈ ફુગાવાના આંકડા પહેલા બજારમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે, જે ખરીદીની તક પૂરી પાડશે. ખાસ કરીને બેન્કિંગ, એફએમસીજી અને ટેક્સટાઈલ સેક્ટરના મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં રોકાણ કેન્દ્રિત કરવું જોઈએ.

યાદ રાખો, શોર્ટ ટર્મમાં વૈશ્વિક સંકેતો અને ક્રૂડના ભાવ બજારને વોલેટાઈલ રાખશે, પણ ભારતની ૭.૪% ની જીડીપી વૃદ્ધિ લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદરૂપ થશે.

close
Ank Bandh