Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક વર્ષ પહેલાં ભાડે મૂકી હતી સ્કોર્પિયોઃ
જામનગર તા. ૧૯: જામાનગરના મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા એક આસામીએ અમદાવાદમાં ચાલતા રેલવેના કામમાં મોટર મૂકવાની વાત કરી એક શખ્સે દોઢ વર્ષ પહેલાં રૂ।.૮ લાખની સ્કોર્પિયો મેળવ્યા પછી વિશ્વાસઘાત આચર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં રાવળપીર વિસ્તારમાં વસવાટ કરતા અજીતસિંહ વિભાજી રાઠોડ નામના આસામીને વર્ષ ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં જામનગરના ગોકુલનગર પાણાખાણ પાસે શિવનગરમાં રહેતા રાહુલ મગનભાઈ રાઠોડનો સંપર્ક થયો હતો.
આ વેળાએ રાહુલ રાઠોડે અમદાવાદમાં રેલવેનું કામ ચાલી રહ્યું છે. જેમાં વાહનની જરૂર છે તેમ કહી અજીતસિંહને તેઓની સ્કોર્પિયો મોટર તેમાં ભાડેથી મૂકવા માટે કહેતા તેની વાતોમાં આવી ગયેલા અજીતસિંહે જીજે-૧૦-ટીએક્સ ૩૬૮૫ નંબરની પોતાની સ્કોર્પિયો રાહુલ રાઠોડને આપ્યા પછી રાહુલે વિશ્વાસઘાત કરતા તેની સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અજીતસિંહે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial