Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકળ કારણથી ઝેરના પારખા કરનાર નવા નાગનાના યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ૧૯: જામનગરના ધુતારપર ગામમાં એક તરૂણ સાયકલમાં હવા ભરતો હતો ત્યારે ટ્યૂબ ફાટી જતાં પિતાએ પુત્રને ઠપકો આપ્યો હતો અને માતાને માઠું લાગી આવ્યું હતું. તેઓએ દસેક દિવસ પૂર્વે પોતાના ઘરમાં ચુંદડીથી ગળાફાસો ખાધો હતો. તેઓનંુ સારવાર દરમિયાન જામનગર હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યું છે. જ્યારે નવાનાગનામાં દસેક દિવસ પહેલાં એક યુવાને અકળ કારણથી ઝેરના પારખા કર્યા પછી ગઈકાલે તેમના પર કાળનો પંજો પડ્યો છે અને ત્રિમંદિર નજીક નવનિર્મિત ઈમારતના સાતમા માળેથી પગ લપસતા બીજા માળે પટકાઈ પડેલા બિલ્ડરના પુત્રનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર તાલુકાના ધુતારપર-જૂના ગામમાં રહેતા મહેશભાઈ જયંતિભાઈ રાઠોડ નામના પ્રૌઢનો પુત્ર દેવલ ગઈ તા.૮ના દિને પોતાની સાયકલમાં હવા ભરતો હતો ત્યારે કોઈ રીતે સાયકલની ટ્યૂબ ફાટી ગઈ હતી. આથી પિતા મહેશભાઈએ પુત્રને ઠપકો આપ્યો હતો.
પિતાના ઠપકાથી દેવલ ગભરાયો હતો અને તેના માતા શાંતિબેન (ઉ.વ.૩૦)ને માઠું લાગી આવતા તેઓએ ગઈ તા.૯ની સવારે દસેક વાગ્યે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખાના હુંકમાં ચુંદડી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની પરિવારને જાણ થતાં આ મહિલાને તરત જ નીચે ઉતારી સારવાર માટે દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેભાન હાલતમાં રહેલા શાંતિબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ મહેશભાઈએ પોલીસને જાણ કરી છે.
જામનગર નજીકના નવા નાગનામાં આગળ જ રહેતા શાંતિલાલ છગનભાઈ સોનગરા (ઉ.વ.ર૯) નામના યુવાને કોઈ અકળ કારણથી ગઈ તા.૭ની રાત્રે દોઢેક વાગ્યે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી હતી. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા શાંતિલાલનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ સોનગરાએ પોલીસને જાણ કરી છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના જમાદાર એસ.કે. જાડેજાએ ધર્મેન્દ્રભાઈનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની વાલકેશ્વરી નગરીમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા ભવ્યભાઈ નિલેશભાઈ દત્તાણી (ઉ.વ.ર૬) નામના યુવાન મંગળવારે સાંજે સાડા સાતેક વાગ્યે તેઓની ત્રિમંદિર નજીક ચાલતી ઓર્ચીડ ગ્રાન્ડ નામની બાંધકામની સાઈટ પર સાતમા માળે હતા ત્યારે કોઈ રીતે તેઓનો પગ લપસતા સાતમા માળેથી બીજા માળ પર પટકાઈ પડ્યા હતા. માથાની પાછળ અને વાંસામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ભવ્યભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું મનોજભાઈ મંગલદાસ પાબારીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial