Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચને ઈજાઃ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલઃ
જામનગર તા. ૧૧: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ગઈકાલે સાંજે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા, એક યુવતી, બે યુવાન ઘવાયા હતા અને એક વેપારીનો બચાવ થયો હતો. આ બનાવનો વીડિયો વાયરલ થયો છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૬માંથી ગઈકાલે સાંજે પસાર થતાં સ્કૂટર, રિક્ષા તથા બાઈક વચ્ચેના એક અકસ્માતમાં બે મહિલા, એક યુવતી તથા બે યુવાન ઘવાયા હતા. મુખ્ય રોડ પરથી પસાર થતી એક મોટર આડે અચાનક રિક્ષા આવી જતાં અકસ્માત ન સર્જાય તે માટે મોટરચાલકે બ્રેક મારતા પુરપાટ ઝડપે ધસી આવેલુ બાઈક રિક્ષા સાથે ટકરાઈ પડ્યું હતું અને રિક્ષાએ રોડ પર ગોથું માર્યું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા બે મહિલા, એક યુવતી તેમજ બાઈક પર સવાર બે યુવાન ઘવાયા હતા. તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ વેળાએ પોતાની દુકાન પાસે ઉભેલા એક વેપારી વચ્ચે થાંભલો આવી જતા બચી ગયા હતા. આ બનાવનો વીડિયો વાયરલ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial