Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પોણા ત્રણ કરોડની જમીન વેચી માર્યાનો આક્ષેપઃ
જામનગર તા. ૧૧: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની રૂ।.પોણા ત્રણ લાખની જમીનના ખોટા નકશા બનાવી તેના પર ૬૬ પ્લોટ પાડી નાખી તે પ્લોટ જુદા જુદા આસામીને વેચી નાખવામાં આવ્યા પછી સર્કલ ઓફિસરે છ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હાના ત્રણ આરોપીને દબોચી લેવાયા છે.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીનના ખોટા નકશા તૈયાર કરાવી તેમાં પાંચ ડઝનથી વધુ પ્લોટ પાડી નાખી જુદા જુદા આસામીઓને તે પ્લોટ વેચી રૂ।.ર કરોડ ૮૦ લાખની ૮પ૮૬ ચોરસ મીટર જગ્યા પચાવી પાડવા અંગે સર્કલ ઓફિસરે છ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન ગઈકાલે જગદીશ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારૂ, યજ્ઞેશ રતીલાલ રાણપરીયા નામના ત્રણ આરોપીને પકડી લેવામાં આવ્યા છે. મનસુખ ભટ્ટી, આમદ ઉમર ખફી, નુરમામદ દાઉદ ચાવડા નામના ત્રણ આરોપીના સગડ દબાવાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial